જોખમ:અસ્થિ વિસર્જન, પિતૃ તર્પણ કરવા જવા માટેનો માર્ગ કપરો

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જોખમ વચ્ચે લોકો અસ્થિ વિસર્જન કરે છે, સુવિધા વધારવા ઉગ્ર માંગ
  • માર્ગ પર પથ્થરોનો ખડકલો, અન્ય માર્ગ ભેખડ વાળો

સ્મશાન ભૂમિ સામે ઇન્દ્રેશ્વર મંદિર પાછળ અસ્થિ વિસર્જન અને પિતૃ તર્પણ કરવા જવા માટેનો કપરો યથાવત રહ્યો છે. માર્ગ પર પથ્થરોનો ખડકલો થયો છે જ્યારે અન્ય માર્ગ ભેખડ વાળો છે જેથી જોખમ વચ્ચે લોકો અસ્થિ વિસર્જન કરે છે આથી સુવિધા વધારવા ઉગ્ર માંગ ઉઠી છે. પોરબંદરના મુખ્ય સ્મશાનભૂમિ સામે ઈન્દ્રેશ્વર મંદિર પાસેના દરિયા વિસ્તારમાં વોક વેની કામગીરી ચાલી રહી છે. અંતિમ સંસ્કાર બાદ અસ્થિ વિસર્જન કરવા માટે મૃતકના સ્વજનો દરિયામાં અસ્થિ વિસર્જન કરતા હોય છે તેમજ ઇન્દ્રેશ્વર મંદિર ખાતે લોકો મૃતક પાછળ પિતૃ તર્પણ કરતા હોય છે. વોક વેની કામગીરીના કારણે રસ્તો અતિ બિસ્માર બની ગયો છે.

દરિયા સુધી પહોંચવા માટે મૃતકના સ્નેહીજનોને અસ્થિ વિસર્જન માટે બિસ્માર રોડ પસાર કરવા માટે ભારે મુશ્કેલી વેઠવી પડે છે. અસ્થિ વિસર્જન તથા પિતૃ તર્પણ માટે એક માર્ગ બનાવ્યો છે આ માર્ગ પર પથ્થરોનો ખડકલો થતા માર્ગ બંધ થયો છે. અને અન્ય માર્ગ પર ભેખડ ના પથ્થરો છે જેથી વ્યક્તિઓને ફૂલ પધરાવવા તથા પિંડ તરાવવા સહિતની વિધિ માટે તેમજ અસ્થિ વિસર્જન માટે આ કપરા માર્ગ પરથી જોખમી રીતે પસાર થવું પડી રહ્યું છે. આ સમસ્યા લાંબા સમયથી છે.

નીચાણ વાળા સ્થળે સેવાળ અને લીલ જામી ગયા છે જેથી અસ્થિ વિસર્જન માટે તેમજ પિતૃ તર્પણ માટે લોકોને જોખમ વચ્ચે જવું પડે છે તેમજ રાત્રિના સમયે લાઇટની સુવિધા પણ નથી. આથી કોઈ અઘટિત ઘટના બને તે પહેલા અહી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેમજ દરિયા કિનારા સુધીના માર્ગ પરના પથ્થરો હટાવી અહી લોખંડની રેલીંગ મૂકવામાં આવે તેવી ઉગ્ર માંગ પ્રબળ બની છે.

અન્ય સમાચારો પણ છે...