તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણીનો ટાંકો પડવાની દહેશત:પોરબંદરની સ્ટેટ લાયબ્રેરી પાસે આવેલો પાણીનો ટાંકો જર્જરિત

પોરબંદરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દુર્ઘટના ઘટે તે પહેલા ટાંકો ઉતારી લેવા માંગ

પોરબંદરની સ્ટેટ લાયબ્રેરી પાસે અતિ જર્જરિત હાલતમાં પાણીનો ટાંકો જોવા મળે છે. આ વિસ્તારના લોકોને પીવાનું પાણી વિતરણ કરવા માટે આ વિશાળ ટાંકો બનાવવામાં આવ્યો હતો અને આ ટાંકો જર્જરિત બનતા નવો ટાંકો બનાવી તેમાંથી પાણી વિતરણ કરવાનું શરૂ કર્યું છે. પરંતુ જૂનો જર્જરિત ટાંકો હજુ યથાવત રાખવામાં આવ્યો છે.

આ વિશાળ પાણીનો ટાંકો એટલો જર્જરિત છે કે તેમાંથી લોખંડ બહાર નીકળી ગયું છે અને ઉપરથી લોખંડ સહિત કાટમાળ લટકી રહ્યો છે. ઉપર ચડવાના પગથિયાં ખવાઈ ગયા છે અને ટાંકાના પાયા પણ જર્જરિત બન્યા છે. આ વિસ્તારમાં સ્થાનિકો વસવાટ કરે છે. આ ટાંકો અતિ જર્જરિત હોવાથી ગમે ત્યારે ધરાશાયી થવાની દહેશત ઉભી થઇ છે.

કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા આ ટાંકાને ઉતારી લેવો અતિ આવશ્યક બન્યો છે. જેથી તાકીદે આ અતિ જર્જરિત ટાંકાને ઉતારી લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો