તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:વોન્ટેડ શખ્સને હનુમાનગઢ ચેક પોસ્ટ પાસેથી ઝડપ્યો

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપી પર પ્રોહિબીશનનાં 3 ગુના દાખલ છે

છેલ્લા દોઢ વર્ષથી વોન્ટેડ શખ્સને રાણાવાવ પોલીસે હનુમાનગઢ પોલીસ ચેકપોસ્ટ પાસેથી ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

પોરબંદર જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને રાણાવાવ પોલીસ મથકના પીએસઆઇ પી.ડી.જાદવ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે મૂળ બગવદર તાબામાં માલદેવારી સીમ અને હાલ ભાણવડ તાલુકાના જાબુસર ગામે રહેતો સૂકા નાથા કોડિયાતર નામનો શખ્સ દોઢ વર્ષથી રાણાવાવ પોલીસ મથકે નોંધાયેલ ગુન્હામાં લાલશાહીથી નાસતો ફરતો છે અને આ આરોપી હનુમાનગઢ પોલીસ ચેક પોસ્ટ પાસેથી પસાર થવાનો હોય જેથી પોલીસ દ્વારા વોચ ગોઠવી હતી અને વોચ દરમ્યાન આ આરોપી હનુમાનગઢ ગામ પોલીસ ચેક પોસ્ટ પાસેથી પસાર થતા તેને ઝડપી લીધો હતો.

ફરાર આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ
સૂકા નાથા કોડિયાતર નામનો આરોપી સામે બગવદર પોલીસ મથકે તેમજ રાણાવાવ પોલીસ મથકે 2 એમ કુલ 3 જેટલા પ્રોહીબિશન અંગેના ગુન્હા નોંધાયેલ છે.

અન્ય સમાચારો પણ છે...