તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:છેલ્લા 20 વર્ષથી વોન્ટેડ શખ્સને પોલીસે રાજકોટથી ઝડપી લીધો

પોરબંદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટના 82 મુજબના વોરંટનો આરોપી પકડથી બચવા રહેઠાણ બદલતો હતો

પોરબંદર પોલીસ અધિક્ષક ડો.રવી મોહન સૈની દ્વારા પોરબંદરમાં આગામી નગરપાલીકા ચુંટણી અનુસંધાને નાસતા ફરતા આરોપીઓને પકડાય જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઇ જે બાબતે ખાસ સુચના આપેલ જે અંતર્ગત કીર્તિમંદિર પોલીસ સ્ટેશનનાં પીઆઇ એચ.એલ.આહિરના માર્ગદર્શન મુજબ ડી-સ્ટાફની ટીમ તૈયાર કરી હતી. મે. ચીફ જ્યુડી.મેજીની કોર્ટમાં છેલ્લા 20 વર્ષથી મુદતમાં હાજર નહિ રહેનાર અને પોતાની પકડથી બચવા નાસતા ફરતા.

પોતાના અલગ અલગ જગ્યાએ રહેણાંક બદલતો આરોપી વિરુધ્ધ સી.આર.પી. સી. 82 મુજબનું જાહેરનામું પ્રસિધ્ધ કરતા આરોપીઓને શોધી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવેલ અને આ ટીમને રાજકોટ ખાતે શોધ ખોળ માટે મોકલતા તપાસ દરમ્યાન છેલ્લા 20 વર્ષથી પોતાની પકડથી બચવા નાસતો ફરતો આરોપી રાજપુરી કૈલાસપૂરી ગોસાઈ રહે."માં" જ્યોતીનગર બંધ શેરી ક્રિસ્ટલ મોલ પાછળ રાજકોટ ખાતે થી મળી આવતા આરોપીને પકડી નામદાર ચીફ જ્યુડી. મેજી.ની કોર્ટ રજુ કરેલ છે. આમ છેલ્લા 20 વર્ષથી પોતાની પકડથી બચવા નાસતો ફરતો રહેનાર આરોપીને શોધી કાઢી કીર્તિમંદિર પો.સ્ટે. ડી-સ્ટાફ ટીમ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો