માંગ:વોકિંગ-વેમાં ફરી અંધારા અને સ્ટ્રીટલાઈટો વારંવાર થાય છે બંધ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરમાં લાઈટોનું સમારકામ કરવા માંગ

પોરબંદરના પક્ષી અભયારણ્ય નજીક આવેલ વોકિંગ વેમા વારંવાર સ્ટ્રીટલાઈટો બંધ થવાની સમસ્યા ને કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. પોરબંદર શહેરમાં વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટો બંધ હોવાની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે પક્ષી અભ્યારણ્ય પાસે આવેલ વોકિંગ વેમાં છાસવારે સ્ટ્રીટલાઈટો બંધ થવાની ફરિયાદો ઉઠે છે. અવારનવાર સ્ટ્રીટલાઈટો બંધ થતાં અંધારપટ્ટ છવાઈ જાય છે.

આ વોકિંગ વે મા સવારે તેમજ શાંજથી મોડી રાત સુધી લોકો વોકિંગ કરવા અને બેસવા આવે છે. ખાસકરીને રાત્રે લોકો પોતાના પરિવાર સાથે વોકિંગ કરવા આવતા હોય છે પરંતુ અહીં સ્ટ્રીટલાઈટ બંધ હોવાથી અંધારપટ્ટ છવાઈ જતા મહિલાઓને મુશ્કેલી વેઠવી પડે છે. વારંવાર સ્ટ્રીટલાઈટો બંધ થાય છે ત્યારે આ વોકિંગ વેમાં નવી લાઈટો ફિટ કરી અથવા સમારકામ કરવા માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...