તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અફવા:બિરલા ફેક્ટરી પાસે સિંહ આવ્યાનો વીડિઓ વાયરલ થયો

પોરબંદર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ વીડિઓ ખોટો હોવાનું વનવિભાગે જણાવ્યું

પોરબંદરની બિરલા ફેકટરી પાસે સિંહ આવ્યો હોવાનો વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થતા શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ વિડિઓ પોરબંદર શહેરનો નહિ પણ અન્ય શહેરનો હોય આ વિડિઓ ખોટો હોવાનું વનવિભાગ તંત્રએ જણાવ્યું હતું. પોરબંદરના બિરલા ફેકટરી પાસે સિંહ લટાર મારતો હોવાનો વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. અને બિરલા ફેકટરી પાસે સિંહ આવ્યો છે. જેથી સાવધાની રાખો અને બધાને ફોરવર્ડ કરો તેવું લખાણ પણ વિડિઓ સાથે કોઈએ વાયરલ કર્યું હતું જેથી અનેક શહેરીજનોએ આ ફેક વિડિઓ ફોરવર્ડ કર્યો હતો.

શહેરભરમાં આ અંગે ચર્ચાઓ વહેતી થઈ હતી જેથી આ વિસ્તારના લોકો પણ ગભરાઈ ગયા હતા. અને ભયનો માહોલ સર્જાયો હતો. આ વિડિઓ અંગે વનવિભાગના અધિકારીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આ વિડિઓ કેફ છે. કોઈએ પોરબંદરની બિરલા ફેકટરી પાસેનો હોવાનું જણાવ્યું છે પરંતુ આ વિડિઓ કોઈ અન્ય શહેરનો હશે. કોઈએ આ ખોટો વિડિઓ વાયરલ કર્યો છે. જેથી લોકોએ ગભરાવાની જરૂર નથી. આવા વિડિઓ ફોરવર્ડ કરતા પહેલા તેની સાચી પૃષ્ટિ કરવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...