ઉપપ્રમુખનું રાજીનામું:જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતીના ઉપપ્રમુખે રાજીનામું આપી દીધું

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાર્ટીમાં પક્ષનું હિત જોવાને બદલે વ્યક્તિને મહત્વ અપાતું હોવાનો આક્ષેપ

પોરબંદર જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ પ્રીતિબેન શૈલેષભાઈ ઓડેદરાએ કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું સુપ્રત કર્યું છે. પ્રીતિબેન શૈલેષભાઈ ઓડેદરા અને તેમના પતિ શૈલેષભાઈ કાળુભાઈ ઓડેદરાએ કોંગ્રેસ પાર્ટીમાંથી હોદ્દા અને સભ્યપદેથી રાજીનામું આપ્યું છે.

મહિલા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ પ્રીતિબેન ઓડેદરાએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા સમિતિના પ્રમુખને પત્ર પાઠવી રાજીનામું આપ્યું છે. અને તેઓએ જણાવ્યું છે કે કોંગ્રેસના નાથાભાઈ ભુરાભાઈ ઓડેદરા ૮૪ વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા, ત્યારે કોંગ્રેસના આગેવાનો દ્વારા સામેની પાર્ટીને મદદ કરીને નાથાભાઈ ભુરાભાઈ ઓડેદરાને હરાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હોવાનો આક્ષેપ કર્યો છે.

આ ગંભીર આક્ષેપો સાથે પાર્ટીના સભ્યપદ તથા હોદાઓ પરથી રાજીનામું આપવામાં આવ્યું છે. તેઓએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે પાર્ટીના પ્રમુખ દ્વારા નાથાભાઈ ઓડેદરાને મદદ કરવાને બદલે સામેવાળી પાર્ટીને મદદ કરનાર આગેવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી. અને ભુરાભાઈ ઓડેદરાને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. જેથી આ પાર્ટી હિત જોવાને બદલે અમુક વ્યક્તિઓને જ મહત્વ આપવામાં આવતું હોવાનું જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...