તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રસીકરણ અભિયાન:જિલ્લામાં 1 એપ્રિલથી બીમાર ન હોય તેવા 45 વર્ષથી વધુની ઉંમરના લોકોને વેક્સિન અપાશે

પોરબંદર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અત્યાર સુધીમાં વેક્સિનના 53000 ડોઝ અપાયા, 22000 ડોઝનો સ્ટોક છે : પોરબંદરમાં વધુ 2 દર્દી પોઝિટીવ

પોરબંદર જિલ્લામાં તા. 1 એપ્રિલથી બીમાર ન હોઈ તેવા 45 વર્ષથી વધુની ઉંમર ધરાવતા લોકોને વેક્સિન આપવાની કામગીરી શરૂ થશે. અત્યાર સુધીમાં 53000 વેક્સિનના ડોઝ અપાયા છે. હાલ 22000 વેક્સિન ડોઝનો સ્ટોક છે. પોરબંદર જિલ્લામાં કોરોના સામે રક્ષણ આપતી વેક્સિનનો સ્ટોક આવ્યો છે. અને વેકશીન આપવાની કામગીરી વધુ વેગવંતી કરવામાં આવી છે.

અત્યાર સુધીમાં હેલ્થવર્કર, ફ્રન્ટલાઈન વર્કરને વેક્સિન આપવામાં આવી છે. જ્યારે 45 થી 59 વર્ષના બીમાર વ્યક્તિઓ તેમજ 60 વર્ષથી વધુ વયના વ્યક્તિઓને વેક્સિન આપવાની કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે ત્યારે આગામી તા. 1 એપ્રિલથી 45 વર્ષથી વધુની વયના જે બીમાર નથી તેવા તમામ લોકોને પોરબંદર જિલ્લામાં વેકશીન આપવાની કામગીરી શરૂ થશે. હાલ અંદાજે આ વય ધરાવતા અંદાજે 65000 વ્યક્તિઓ છે. જિલ્લામાં વિવિધ સ્થળોએ જેવાકે સિવિલ હોસ્પિટલ, પીએચસી, સીએચસી સેન્ટર, અર્બન સબ સ્ટેશન, વિવિધ જ્ઞાતિની વાડીઓ અને નજીકના કુલ 35 સ્થળોએ વેકશીન આપવાનું આયોજન થશે. વેક્સિન લેવા આવનાર વ્યક્તિઓએ પોતાનું આઈડી પ્રુફ સાથે લાવવાનું રહેશે. અત્યાર સુધીમાં 3589 હેલ્થ વર્કર, 5754 ફ્રન્ટલાઈન વર્કર, 60 વર્ષથી ઉપરની વયના 36226 લોકો અને 45 થી 59 ઉંમરના બીમાર 7442 વ્યક્તિઓને વેક્સિન આપવામાં આવી છે.

હાલ પણ 22000 વેક્સિનના ડોઝ સ્ટોકમાં છે જેથી લોકોએ વેક્સિન લઈ લેવી અને વેક્સિનની કોઈ આડઅસર જોવા મળી નથી જેથી કોઈ ડર કે શંકા રાખ્યા વગર વેક્સિનના ડોઝ લઈ લેવા તેવું ડીડીઓ વી.કે. અડવાણીએ જણાવ્યું છે. પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 338 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા વધુ 2 દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે જેમાં પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા 83 વર્ષીય વૃદ્ધ અને ખીરસરા ગામે રહેતા 52 વર્ષીય આધેડનો સમાવેશ થાય છે આમ જિલ્લાનો કોરોના દર્દીનો કુલ આંકડો 966એ પહોંચ્યો છે. જ્યારે 2 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ જિલ્લાનો કોરોના દર્દીના ડિસ્ચાર્જનો આંકડો 957એ પહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો