ફૂટ પેટ્રોલિંગ ફલેગમાર્ચ યોજાઈ:આગામી વિધાનસભા ચૂંટણી અંગે લોકોને ઉદ્યોગનગર પોલીસ દ્વારા જાગૃત કરાયા

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આચારસંહિતાનું પાલન કરવા અપીલ કરાઇ, ફૂટ પેટ્રોલિંગ ફલેગમાર્ચ યોજાઈ

વિધાનસભા ચુંટણી અંગે લોકોને ઉદ્યોગનગર પોલીસ દ્વારા જાગૃત કરાયા હતા. તેમજ આચારસંહિતાનું પાલન કરવા અપીલ કરી હતી. ફૂટ પેટ્રોલિંગ અને ફલેગમાર્ચ યોજાઈ હતી. પોરબંદર જીલ્લાના પોલીસ અધિક્ષક રવિ મોહન સૈની દ્વારા રાજ્યમાં આગામી વિધાનસભા ચુંટણી અનુસંધાને પોરબંદર જીલ્લામાં આચાર સંહીતા અમલમાં હોય જેથી લોકોને આગામી વિધાનસભા ચુંટણી દરમ્યાન મતદાન અંગે જાગૃત કરવા સુચના આપેલ હોય જેથી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ કે.એન.અધેરા તથા સ્ટાફ ઉપરાંત પેરામિલી ફોર્સ સાથે ઉદ્યોગનગર પોલીસ મથક વિસ્તારના આશાપુરા ચોક, ખાપટ, બોખીરા, જ્યુબેલી વિગેરે સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને આગામી વિધાનસભા ચુંટણી શાંતી પુર્ણ રહે તેવા હેતુથી કુટ પેટ્રોલીંગ તથા ફલેગ માર્ચ કરી કોઇ અનીચ્છનીય બનાવ ન બને તે માટે લોકોને સમજ કરી ચુંટણી દરમ્યાન શાંતી જાળવવા અપીલ કરવામાં આવી હતી. તેમજ આચાર સંહિતાનું ચુસ્તપાલન કરવા પણ અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...