ફરિયાદ:ચુંટણી પ્રચારને લઇને 2 પક્ષોએ સામસામી ધમકીઓ આપી

પોરબંદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરના મેમણવાડા વિસ્તારની ઘટના
  • કિર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોંધાઇ

પોરબંદરમાં ચુંટણી પ્રચારને લઇને મેમણવાડમાં એકબીજાને ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા આપતા બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધાઇ છે.આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદર શહેરના વિરડી પ્લોટમાં રહેતા ફેઝલખાન બસીરખાન પઠાણ નામના આધેડને મેમણવાડમાં રહેતા રમીજ ઇકબાલભાઇ મુકાદમ નામના શખ્સે ગત તા. 1 જૂનના રોજ રાત્રીના સમયે તેમના ઘર પાસે જઇને ગાળો કાઢીને ધમકી આપી હતી કે તારો ચુંટણી પ્રચાર બંધ કરી દેજે નહીંતર આવતીકાલ તા. 03-06-2022 ના રોજ તને હું જાનથી મારી નાખીશ.

જયારે કે સલીમ કરીમભાઇ મુકાદમ નામના શખ્સે એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફેઝલખાન બસીરખાન પઠાણ નામના શખ્સના કહેવાથી રફિક હાસમ મુકાદમ તથા યુનુસ હાસમ મુકાદમ નામના શખ્સોએ સલીમ તથા સાહેદને રોકાવીને ભુંડી ગાળો કાઢીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આ અંગે પોલીસમાં સામસામી ફરિયાદ કરતા પોલીસે ગુન્હો નોંધીને વધુ તપાસ કીર્તિમંદીર પોલીસ સ્ટેશનના PSI એમ. બી. કારાવદરાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...