તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:પોરબંદરથી સોમનાથ જતી ટ્રેન 3 સપ્ટેમ્બરથી ચાલુ થશે

પોરબંદર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોમનાથના દર્શને જતા ભાવિકોને લાભ થશે

પોરબંદરથી સોમનાથની ટ્રેન 3 સપ્ટેમ્બરથી ચાલુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાના કારણે સોમનાથ મહાદેવના દર્શનાર્થે જતા ભાવિકોને લાભ થશે. પોરબંદર ડિસ્ટ્રીકટ એસોસીએશનના પ્રમુખ દિનેશભાઇ થાનકી વેસ્ટર્ન રેલ્વે મેનેજરને લેખીત રજૂઆત કરવામાં આવી હતી કે પોરબંદર-સોમનાથ તથા દ્વારકા ખાતે અનેક પર્યટકોની આખા વર્ષ દરમિયાન અવર જવર રહે છે. જેથી પોરબંદરથી સોમનાથને જોડતી ટ્રેન ચાલુ કરવાની જરૂરત હોવા અંગે રજૂઆત કરી હતી.

કોરોનાના સંક્રમણને કારણે પોરબંદરથી મોટા ભાગની ટ્રેનોના રૂટ બંધ કરાયા હતા. પરંતુ હવે કોરોનાનું સંક્રમણ ઘટના રેલ્વે વિભાગ દ્વારા પોરબંદરથી સોમનાથની ટ્રેન ચાલુ કરવાનો નિર્ણય કરાયો છે જેથી પોરબંદર-સોમનાથને જોડતા અનેક ગામના મુસાફરોને પણ ખૂબ જ ઉપયોગી નિવડશે.

સાથોસાથ સોમનાથ મહાદેવના દર્શને જતા ભાવિકોને પણ અવર જવર કરવામાં લાભ થશે. ટ્રેન નંબર 09529 પોરબંદર-સોમનાથ સ્પેશિયલ પોરબંદરથી દરરોજ 05.45 કલાકે ઉપડશે અને તે જ દિવસે 11.35 કલાકે સોમનાથ પહોંચશે. એ જ રીતે, ટ્રેન નંબર 09530 સોમનાથ-પોરબંદર સ્પેશિયલ સોમનાથથી દરરોજ 14.40 કલાકે ઉપડશે અને તે જ દિવસે 21.15 કલાકે પોરબંદર પહોંચશે.

અન્ય સમાચારો પણ છે...