શિક્ષણ:RTE હેઠળનો ત્રીજો રાઉન્ડ આવતા વીકમાં બહાર પડશે

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

RTE હેઠળનો ત્રીજો રાઉન્ડ આવતા વિકમાં બહાર પડશે. જે બાળકોને પહેલા અને બીજા રાઉન્ડમાં એડમિશન નથી મળ્યું તેમના વાલીઓ આજે શાળાની પસંદગી કરી શકશે. અગાઉ પ્રથમ રાઉન્ડમાં 439 અને બીજા રાઉન્ડમાં 26 બાળકો મળી કુલ 465 વિદ્યાર્થીઓએે ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો હતો.

RTE અંતર્ગત પોરબંદર જિલ્લામાં ખાનગી શાળાઓમાં આર્થિક પછાત અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ખાનગી શાળામાં પ્રવેશ આપવા માટે કુલ 505 જગ્યા હતી.

RTE હેઠળ પ્રથમ રાઉન્ડમાં 482 નામોની યાદી બહાર પડી હતી જેમાંથી 439 બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. બાદ બીજા રાઉન્ડમાં 38 નામોની યાદી બહાર પડતા 26 બાળકોએ ખાનગી શાળામાં પ્રવેશ મેળવ્યો હતો. કુલ 465 જગ્યા ભરાઈ છે.

આવતા વિકમાં RTE હેઠળનો ત્રીજો રાઉન્ડ બહાર પડશે ત્યારે આજે તા. 17 સુધીમાં શાળાની પુનઃ પસંદગી કરી શકાશે. જે બાળકોનો પહેલા અને બીજા રાઉન્ડમાં એડમિશન નથી મળ્યું તે બાળકોના વાલીઓ આજે RTE ના પોર્ટલ પર જઈને શાળાની પુનઃ પસંદગી કરી શકશે. જો આ વાલીઓએ જે શાળા અગાવ પસંદ કરેલ છે તે વાલીઓએ કાંઈ કરવાની જરૂર નથી. જે બાળકોને એડમિશન મેળવી લીધું છે તેના વાલીઓ માટે આ લાગુ પડતું નથી તેવું પ્રાથમિક શિક્ષણ વિભાગની કચેરીએથી જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...