કાર્યવાહી:ખાદી ગ્રામોદ્યોગ ભવનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, ​​​​​​​આરોપી પાસેથી પોલીસે રૂપિયા 80,480 કબ્જે કર્યા

પોરબંદર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે સીસીટીવી ફૂટેજના વર્ણન આધારે આરોપીને ઝડપી લીધો

પોરબંદરના ખાદી ગ્રામોદ્યોગ ભવનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલીસે સીસીટીવી ફૂટેજના વર્ણન આધારે આરોપીને ઝડપી લીધો છે અને આરોપી પાસેથી રૂ. 80,480 કબ્જે કર્યા છે. પોરબંદરના રાણીબાગ વિસ્તારમાં આવેલ ખાદી ગ્રામોદ્યોગ ભવન ખાતે ગત રવિવારે રાત્રે 1વાગ્યા બાદ ચોરીનો બનાવ બન્યો હતો. જેમાં આ ભવન માંથી કેસ કાઉન્ટરમાં રાખેલ રોકડ રૂ. 92 હજાર ચોરી કરી લઈ ગયો હતો.ખાદી ગ્રામોદ્યોગ ભવન ખાતે તસ્કરે ગાર્ડનવાળા પાછલા બારણેથી દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. સીસીટીવી ફૂટેજ મુજબ આ તસ્કરે મોઢે રૂમાલ બાંધ્યો હતો અને કેસ કાઉન્ટરનું ખાનું તોડી રોકડ રૂ. 92 હજાર લઈ લીધા હતા.

ચોરી થયા અંગે ખાદી ગ્રામોદ્યોગ ભવનના રમેશ વેલજીભાઈ વીઠલાણીએ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુન્હો નોંધી સીસીટીવી ફૂટેજ મેળવી તસ્કરને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. કીર્તિમંદિર પોલીસ મથકના પીઆઈ વી.પી. પરમાર તથા ડી સ્ટાફના પીએસઆઈ એમ.બી. કારાવદરા તથા સ્ટાફ દ્વારા સીસીટીવી ફૂટેજ તપાસી શખ્સને ઝડપી લેવા પેટ્રોલીંગમાં હતા

ત્યારે સ્મશાનના ગેઇટ પાસેથી એક શખ્સ કાળા કલરનો થેલા સાથે ચોપાટી બાજુ જતો હતો અને પોલીસ ને જોઇને આડો આવડો થતો હોય તેમજ સીસીટીવી ફૂટેજમાં હાલચાલ મુજબ આ શખ્સની ચાલ મેચ થતી હોય જેથી આ શખ્સ પર શંકા જતા પોલીસે તેની તપાસ કરતા આ શખ્સ સીતારામ નગરમાં રહેતો વિરમ ઉર્ફે વિજય લખુ આગઠ હોવાનું જણાવ્યું હતું અને થેલો તપાસતા તેમાંથી રોકડ રકમન બંડલ મળી આવતા પોલીસે પુરછપરછ કરતા ખાદી ગ્રામોદ્યોગ ભવનમાંથી આ રૂપિયાની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. પોલીસે આ શખ્સને ઝડપી લઇ ચોરીનો ભેદ ઉકેલી કુલ રૂ. 80,480નો મુદ્દામાલ કબ્જે કરી ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી સામે અગાઉ ઘરફોડ ચોરીના કેસ છે
પોલીસે જણાવ્યું હતુંકે, આરોપી વિરમ ઉર્ફે વિજય લખુ આગઠ અંગે પોકેટકોપ ઈગુજકોપ દ્વારા સર્ચ કરવામાં આવેલ છે. અગાઉ આરોપી સામે ત્રણ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ હોવાના કેસ છે.

ઘરે રૂપિયાની ખેંચ હોવાથી ચોરી કરી
પોલીસે આરોપી વિરમ ઉર્ફે વિજય લખુ ની પુરછપરછ કરતા, ઘરે રૂપિયાની ખેંચ હોય અને પોતાને રૂપિયાની જરૂર હોય જેથી ચોરી કરી હતી. અને આરોપી દોઢ માસ પહેલા ખાદી ગ્રામોદ્યોગ ભવનમાં બેટ લેવા પણ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...