તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાપમાન:છેલ્લા 4 દિ'માં 5.3 તાપમાન ઊંચકાયું

પોરબંદર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 37.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું, કાળઝાળ પડતી ગરમીથી લોકો ત્રસ્ત બન્યા

પોરબંદરમાં છેલ્લા 4 દિવસમાં મહત્તમ 5.3 તાપમાન ઊંચકાયું છે. શહેરનું 37.8 ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે ત્યારે કાળઝાળ પડતી ગરમીથી લોકો ત્રસ્ત બન્યા છે.

ગત માર્ચ માસમાં ગરમીનો પારો 40.1 સુધી પહોંચ્યો હતો. ભારે ગરમીના કારણે જનજીવન ત્રસ્ત બન્યું હતું. માર્ચ મહિનાના આખરમાં મહત્તમ તાપમાન 37 થી 40 ડીગ્રી રહ્યું હતું. બાદ એપ્રિલ માસમાં મહત્તમ તાપમાન 32.5 સુધી નીચું ગયું હતું. આમછતાં વાતાવરણમાં ગરમી યથાવત રહી હતી. છેલ્લા 4 દિવસમાં મહત્તમ તાપમાન 5.3 ડીગ્રી ઊંચકાયું છે. મહત્તમ તાપમાન 37.8 નોંધાયું છે. ત્યારે આકરા તાપને કારણે લોકો બફારાનો અનુભવ કરી રહ્યા છે. ચાર દિવસ પહેલા લઘુતમ તાપમાન 22.6 ડીગ્રી નોંધાયું હતું.

જેથી રાત્રે પણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ભારે ઉકડાટને કારણે લોકો ઠંડા પીણા પીવા અને પંખા એસીનો સહારો લઈ ગરમીમાં રાહત મેળવી રહ્યા છે. આમ આકરા તાપને કારણે લોકો ત્રસ્ત થયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો