તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાતિલ ઠંડી:પોરબંદરમાં તાપમાનનો પારો 2.8 ડિગ્રી ગગડી 7.6એ પહોંચ્યો

પોરબંદર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બર્ફીલા પવન સાથે કાતિલ ઠંડીથી જનજીવન થરથર કાંપ્યુ

પોરબંદરમાં આ સિઝનનું સૌથી નીચું તાપમાન 7.6 નોંધાયું છે. ગઈકાલે 10.4 ડીગ્રી તાપમાન હતું જેમાં 2.8 તાપમાન નો પારો ગગડી જતા બર્ફીલા પવન સાથે કાતિલ ઠંડીથી જનજીવન થરથર કંપી રહ્યું છે. પોરબંદરમાં સતત બીજા દિવસે પણ તાપમાનનો પારો નીચો આવતા વધુ ઠંડી નો અહેસાસ થઈ રહ્યો છે. વાતાવરણમાં ઠારનું પ્રમાણ યથાવત રહેતા જનજીવનને અસર થવા પામી રહી છે. પોરબંદરમાં ગઈકાલે લઘુતમ તાપમાન 10.4 હતું જે સિઝનનું સૌથી નીચું તાપમાન હતું જ્યારે મંગળવારે સવારે આ તાપમાનનો પારો નીચો ગયો હતો અને લઘુતમ તાપમાન 10.4 માંથી 7.6 નોંધાયું છે.આમ 2.8 ડીગ્રી તાપમાન નીચું જતા પોરબંદરમાં ભારે ઠંડીનો ચમકારો જોવા મળે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ હજુ ઠંડી વધશે. પોરબંદરમાં 7.6 ડીગ્રી લઘુતમ તાપમાન સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે. સવારથી જ બર્ફીલા કાતિલ પવન ફૂંકાઈ રહ્યો હતો અને સાંજે 5 વાગ્યા બાદ પણ બર્ફીલા પવન ફૂંકાતા સતત ઠંડી થી રક્ષણ મેળવવા ગરમ કપડા અને તાપણાનો સહારો લઈ રહ્યા છે અને ઘરની બહાર કામ સિવાય નીકળવાનું ટાળી રહ્યા છે. પોરબંદરમાં મહત્તમ 25.6 અને લઘુતમ 7.6 ડીગ્રી સવારનું તાપમાન રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો