તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇ- મુલાકાત:શાળાના વિદ્યાર્થીઓએ ફાયર સ્ટેશનની ઇ- મુલાકાત લીધી

પોરબંદર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓને અલગ અલગ કવાયતો અંગે ઓનલાઇન માર્ગદર્શન અપાયું
  • સલામતીની વિવિધ કવાયત લાઇવ કરી વિદ્યાર્થીઓને બતાવી

પોરબંદરમા શાળાના વિદ્યાર્થીઓએ ફાયર સ્ટેશનની ઇ- મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીઓને અલગ અલગ કવાયતો અંગે ઓનલાઇન માર્ગદર્શન અપાયું હતું.કોરોના વાયરસની મહામારીના કારણે પોરબંદર શહેરમાં આવેલ જીએમસી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા શાળાના બાળકો માટે વિશેષ ઓનલાઇન ફાયર સ્ટેશનની ફિલ્ડ ટ્રીપની ઉજવણી કરવામાં આવી હતી. જી એમ સી સ્કૂલ હંમેશા શીખવા માટે પ્રેક્ટિકલ શિક્ષણમાં વિશ્વાસ કરે છે અને અહીં બાળકો કોઇ પણ વસ્તુને શીખે અને સમજે છે. બાળકોને શિક્ષણનો નવો અનુભવ આપવા માટે શૈક્ષણિક મુલાકાત આ બાબતમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ હાલ કોરોના વાયરસની મહામારીના કારણે બાળકોને ફિલ્ડ ટ્રીપ માટે લઈ જવું શક્ય નથી. જેથી સ્કૂલના બાળકોને ઓનલાઇન વિઝીટ ટુ ફાયર સ્ટેશનનું આયોજન કર્યું હતું. જેમાં ફાયર સ્ટેશન ખાતે મુલાકાત લીધી હતી. અને જિલ્લા ફાયર ઓફિસર સાથે વાતચીત કરી હતી. સલામતીના પગલાં વિશે જાણકારી મેળવી હતી. સલામતીની વિવિધ કવાયત પણ લાઈવ કવર કરી વિદ્યાર્થીઓને બતાવી હતી. આ આયોજનને સફળ બનાવવા માટે બાળકોને સંપૂર્ણ રીતે માહિતગાર કરવા આ અંગે ફાયર વિભાગના સ્ટાફે પણ જહેમત ઉઠાવી હતી. આ બદલ સ્કૂલના ડાયરેક્ટર પૂર્ણેશ જૈન દ્વારા સ્કૂલના શિક્ષકોને પણ શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...