ગોઢાણીયા કોલેજ ખાતે વાર્ષિક રમતોત્સવ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીનીઓએ રીંગરેસ, કોથળાદોડ સહિતની ગ્રામ્ય રમતો રમી આનંદ માણ્યો હતો. પોરબંદર ખાતે માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી જયશ્રીબેન વિરમભાઇ ગોઢાણીયા ગર્લ્સ હાઇસ્કુલનો વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્કૂલના આચાર્ય શ્વેતાબેન રાવલના માર્ગદર્શન હેઠળ આ રમતોત્સવ યોજાયો હતો જેમાં ટ્રસ્ટના પ્રમુખ ડો. વિરમભાઇ ગોઢાણીયા, એકેડેમીક ટ્રસ્ટી ડો. હીનાબેન ઓડેદરા, ડો. ઈશ્વરલાલ ભરડા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ રમતોત્સવમાં વિદ્યાર્થીનીઓએ સ્લો સાઈકલિંગ, રીંગરેસ, ત્રીપગી દોડ, કોથળા દોડ, હર્ડલ રેસ, થ્રોબોલ સહિતની ગ્રામ્ય રમતો રમી હતી.
પટાંગણમાં અન્ય વિદ્યાર્થીનીઓએ રમતો જોઈને ખેલાડીઓને તાળીઓના ગડગડાટથી પ્રોત્સાહિત કર્યા હતા. વિજેતા બનેલ ખેલાડીઓને ડો. વિરમભાઇ ગોઢાણીયાના હસ્તે મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે ડો. વિરમભાઇએ જણાવ્યું હતુંકે, બાળકોની શારીરિક તંદુરસ્તી જાળવવી મહત્વની છે. બાળકોનું સ્વાસ્થ્ય સારું હશે તો રાષ્ટ્ર મજબૂત બનશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.