તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે સ્ટેટ વોટર અવરનેસ પ્રોગ્રામ ચાલી રહ્યો છે જે અંતર્ગત શારદા વિદ્યા મંદિર હાઇસ્કુલ સિમર ના N.S.S યુનિટ દ્વારા લોકજાગૃતિ માટે વિવિધ પ્રોગ્રામ દ્વારા મતદારોમાં જાગૃતિ લાવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
N.S.S યુનિટના બહેનો તેમજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં એક મતદાન જાગૃતિ રેલી યોજવામાં આવી. 'હું મતદાન અવશ્ય કરીશ' તેવું લખાણ લખી વિદ્યાર્થીઓ ,સ્ટાફ તેમજ ગ્રામજનોની સહી લેવામાં આવી ઉપરાંત દરેક બાળકોએ પોતાના વાલીને આવું લખાણ આપી એમને મતદાન અવશ્ય કરવા જવા માટે પ્રેરિત કર્યા.
આ ઉપરાંત મતદાન જાગૃતિ વિષય પર ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી. મતદાન કરવા જવાનું ભુલાય નહીં તે માટે કાંડા પર મતદાન અભિયાન અંતર્ગત દરેક વાલીગણ ને નાડાછડી બાંધી મતદાન અવશ્ય કરવા જવું તે સમજાવ્યા હતા. ધોરણ 11ની વિદ્યાર્થીનીઓ દ્વારા પોરબંદર જિલ્લાના પરંપરાગત પોશાક, ઘરેણાં પહેરી મતદાન જાગૃતિ ગરબો બનાવી મતદાન મહદાન અંગેનું નૃત્ય રજૂ કર્યું હતું. તસવીર - ધીરૂભાઇ નિમાવત
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.