તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:રાજ્ય સરકાર ખાનગી શાળા, કોલેજમાં 50 ટકા ફી માફી આપે

પોરબંદર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર જિલ્લા NSUI દ્વારા રાજ્યસભાના સાંસદને રજુઆત કરવામાં આવી

કોરોના સંક્રમણને પગલે લોકડાઉનના કારણે મધ્યમ અને નાના વર્ગના નોકરી ધંધા-રોજગાર કરતા પરિવારો આર્થિક સંકળામણ ભોગવી રહ્યા છે. એકબાજુ ખાનગી શાળા સંચાલકો દ્વારા સરકારને કોરોનામાં મદદરૂપ થવા દાન કરવામાં આવે છે અને બીજી બાજુ કોરોના મહામારીની વચ્ચે નાના અને મધ્યમ વર્ગના પરિવારોને જીવન નિર્વાહના ફાફાં છે તેવા સમયે અમુક મોટી શાળાઓ દ્વારા હાલ એડ્વાન્સ ફી જમા કરાવવાના સંદેશાઓ પાઠવવામા આવી રહ્યા છે.

કોરોનાના કપરા કાળમાં ખાનગી શાળા દ્વારા ઓનલાઇન શિક્ષણના નામે નાના અને મધ્યમ વર્ગના ગરીબ પરિવારોને મુશ્કેલી ન પડે અને ધંધા રોજગાર બંધ છે તેવા સમયે ગરીબ પરિવારના બાળકોને રાહત મળી રહે તે માટે 25 ટકા ફી શાળા- કોલેજો તરફથી માફ કરવામાં આવે તેમજ બાકીની 25 ટકા ફી રાજ્ય સરકાર દ્વારા એમ મળીને કુલ 50 ટકા ફી માફ થાય તેવી પોરબંદર જિલ્લા NSUIના પ્રમુખ કિશન રાઠોડ સહિતના કાર્યકરોએ રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયા સાથે ચર્ચા કરી રજુઆત કરી છે. અને આ રજુઆત સરકાર સમક્ષ પહોંચાડવા સાંસદ રામભાઈ મોકરિયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...