ચેકીંગ:નાર્કોટીક્સ તથા એમ્લોઝીવ લગત વસ્તુ પર SOGએ ચેકીંગ હાથ ધર્યું

પોરબંદર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરિયાઈ માર્ગેથી થતા ગુન્હા અટકાવવા કામગીરી હાથ ધરાઇ

દરિયાઈ માર્ગેથી થતા ગુન્હા અટકાવવા એસઓજી સ્ટાફે બે રનીફરડોગ દ્વારા નાર્કોટીક્સ તથા એમ્લોઝીવ લગત વસ્તુનું ચેકીંગ હાથ ધરાયુ હતું. હાલની પરિસ્થિતી ધ્યાને લઇ દરીયાઇ માર્ગેથી થતા ગુન્હા અટકાવવા માટે પોરબંદર જિલ્લા પોલીસ અધીક્ષક ડો.રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઇ કે.આઇ.જાડેજા તથા પીએસઆઇ એચ.સી.ગોહિલએ સુચના આધારે નાર્કોટીકસ અને એમ્પ્લોઝીવની તપાસ હાથ ધરી શકાય

તે માટે બે સ્નીફરડોગ પોરબંદર ખાતે મંગાવી પોરબંદર બંદર વિસ્તાર, જેટી, અસ્માવતી ધાટ તથા સામા કાંઠા વિસ્તારમાં ફીશીંગ કરીને આવેલ બોટો તથા પીલાણાની સધન રીતે સ્નીફર ડોગ દ્વારા નાર્કોટીકસ લગત તથા એમ્પ્લોઝીવ લગત વસ્તુનું ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતુ.

અને મચ્છીના દંગાઓ, લેન્ડીંગ પોઇન્ટો, વાઇટલ ઇન્સ્ટોલેશન પોઇન્ટ તથા ડ્રગ્સ પેડલરના રહેણાંક મકાને સ્નીફર ડોગનો ઉપયોગ કરી ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. ડોગ હેન્ડલર આર્મ્ડ હેઙ. કોન્સ ઇન્દ્રીસભાઇ.વી.ચોટીયારા તથા દાઉદભાઇ ભવાર આ કામગીરીમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...