તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:બોખીરા વિસ્તારની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા, લોકો ત્રસ્ત

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રોગચાળો વકરે એ પહેલા પાણીનો નિકાલ અને દવાનો છંટકાવ કરવા માંગ ઉઠી

પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવેલ કેટલીક સિસાયટીઓમાં ચોમાસા બાદ પણ હજુ પાણી ભરાયેલા છે. પોરબંદરના બોખીરા વિસ્તારમાં હાઇવે પર આવેલ વાછરાદાદા મંદિર પાછળ, ફૂલવાડી સોસાયટી, નારાયણેશ્વર નગર, લીરબાઇ પાર્ક સહિતના વિસ્તારો તેમજ સામેના વિસ્તારની સોસાયટીઓમાં ચોમાસા દરમિયાન પાણી ભરાયા હતા અને હાઇવે પર પાણીનો અવિરત પ્રવાહ ચાલુ થયો હતો. હાલ આ પાણી પ્રવાહ બંધ થયો છે પરંતુ ચોમાસા બાદ પર આ સોસાયટીઓ પાણી ભરાયેલા છે અને પાણીમાં જીવાત અને મચ્છરનો ઉપદ્રવ ફેલાય રહ્યો છે. પાણી અત્યંત ગંદુ જોવા મળે છે. હાલ કોરોનાની મહામારી ચાલે છે અને વાઇરલ તાવ તેમજ મચ્છર જન્ય રોગ થવાની ભીતિ છે ત્યારે આવા વિસ્તારોમાં પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં આવે અને જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...