તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:પાલખડા ગામથી નેશનલ હાઇવે પરનો ઢાળ અકસ્માત ઝોન બન્યો

પોરબંદર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઢાળ રીપેર કરવા અને હાઇવે પર બસ સ્ટોપ આપવા ગ્રામજનોની માંગ

પોરબંદરના પાલખડા ગામની બહારથી નેશનલ હાઇવે પસાર થાય છે અને જેને લીધે પાલખડા ગામના લોકોને પાલખડાથી બહાર ગામ જવુ હોય તો ગામની બહાર નીકળ્યા બાદ પોતાના વાહનને નેશનલ હાઇવે પર ડાઇવર્ટ કરવું પડે છે, પરંતુ ગામના કેડી રસ્તા કરતા નેશનલ હાઇવે ઊંચો બન્યો હોવાને લીધે, ગામના કેડી રસ્તાથી નેશનલ હાઇવેનું જોડાણ તીખાઢાળ રૂપી બન્યુ છે. જેના લીધે વાહન ચાલકો અને ખાસ કરીને મોટરસાઇકલ ચાલકોને આ તીખાઢાળ પર મોટરસાઇકલ ચડાવવું ભારે મુશ્કેલ બન્યુ છે. જેને લીધે અનેક વખતે મોટર સાઈકલ સ્લીપ થઇ જતા અકસ્માતો સર્જાઇ રહ્યા છે અને લોકોને ઇજાઓનો ભોગ બનવુ પડે છે.

આવા અકસ્માતોના નિરાકરણ માટે આ તીખાઢાળને સમતલ કરી થોડે સુધી ડામર પાથરી દેવામાં આવે તેવી ગામના લોકોએ માંગણી કરી છે. ઉપરાંતમાં હાઇવે પાસે જ્યાં બસ ઉભે છે ત્યા બસ સ્ટોપ પણ બનાવવામાં આવેલ નથી, જેના કારણે ગામના ગ્રામવાસીઓને બસ પકડવી હોય ત્યારે લાંબો સમય હાઇવેના ખૂણા પર ઉભું રહેવુ પડે છે, જેથી ગ્રામવાસીઓએ અહીં મુસાફરો બેસીને બસની રાહ જોઇ શકે તેવા બસ સ્ટોપની માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો