ધારાસભ્યને રજૂઆત:કડીયા પ્લોટથી માર્કેટીંગ યાર્ડ સુધી જતો શોર્ટકટ રસ્તો અતિ બિસ્માર, મગરમરછની પીઠ સમા રોડથી ચાલકો ત્રાહિમામ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કડીયાપ્લોટથી માર્કેટિંગ યાર્ડ સુધી જતો શોર્ટકટ રસ્તો અતિ બિસ્માર હાલતમાં જોવા મળે છે. મગરમરછની પીઠ સમા રોડ પરથી નીકળતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠે છે. આ રસ્તો તાકીદે રીપેર કરાવવામાં આવે તેવી સામાજિક કાર્યકરે ધારાસભ્યને રજુઆત કરી છે.કડીયાપ્લોટથી માર્કેટિંગ યાર્ડ તરફ જતો શોર્ટકટ રસ્તો હાલ બિસ્માર હાલતમાં છે. અને મસમોટા ગાબડા પડી ગયા છે, રોડ પર સળિયા નીકળી ગયા છે.

હાલ આ ગાબળાઓમાં ભરતી નાખી દેવામાં આવી છે જેથી આ રસ્તો મગરમરછની પીઠ સમાન ઉબળખાબળ વાળો બની જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. આ રસ્તો યાર્ડ તરફનો શોર્ટકટ રોડ હોવાથી સવારથી જ વાહન ચાલકોની અવર જવર રહે છે, ઉપરાંત આ રોડ પર ખોડિયાર માતાજીનું મંદિર આવેલ છે જેથી અનેક ભાવિકો અહીં દર્શન કરવા આવે છે. રોડની બન્ને તરફ ખાડી હોવાથી પાણી ભરાયેલ રહે છે.

આ રોડ ચોમાસામાં વધુ ધોવાઈ જશે જેથી વોર્ડ નં. 3 અને 4 ના સ્થાનિકો અહીંથી પસાર થઈ શકશે નહીં, ચોમાસા દરમ્યાન પાણી ભરાઈ જતા વાહન ચાલકો પાણીના વહેણમાં તણાઈ શકે છે અને અકસ્માત સર્જાશે. જેથી આ રસ્તાનું તાકીદે સમારકામ કરવામાં આવે તેમજ રોડ 2 ફૂટ ઊંચો લેવામાં આવે અને રોડની બન્ને સાઈડ રેલિંગ મુકવામાં આવે તેવી સામાજિક કાર્યકર હરભમભાઈ વી. મૈંયારીયાએ ધારાસભ્ય બાબુભાઇ બોખીરિયાને લેખિતમાં રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...