દુકાનદારની સરાહનીય કામગીરી:દુકાનદારે રૂબરૂ આવીને નેત્રમ ઈન્ચાર્જને પોતાને મળેલો 1,40,000ની કિમતનો​​​​​​​ મોબાઈલ પરત કર્યો

પોરબંદર10 દિવસ પહેલા
  • કૉપી લિંક

મુળ પોરબંદરના અને હાલ ઓમાન ખાતે સ્થાયી થયેલા સુનીલ રમેશ થાનકી કે જેઓ હાલ રજા ગાળવા વતન પોરબંદર ખાતે આવેલ હતા. ત્યારે સુનિલ થાનકી ગત તા.04-08-22ના રોજ રાત્રીના 23ઃ30 વાગ્યાના અરસામાં પરિવાર સાથે સ્કૂટર પર કમલાબાગથી પસાર થયા હતા. તે સમયે તેમના ખિસ્સા રહેલ એપલ આઈ ફોન 13 મેક્સ પ્રો (Apple i-phone 13 MaX Pro) મોબાઈલ ફોન જેની અંદાજીત કિંમત 1,40,000 જેવી થવા જાય છે. તે ભુલથી તેમના ખિસ્સામાંથી રસ્તામા કોઈ જગ્યા પર પડી ગયેલ હતો.

પોલીસે ત્વરિત નેત્રમનો સંપર્ક કર્યો
​​​​​​​
જેથી મોબાઈલ ધારક સુનિલ દ્રારા આવક અરજી નંબર 2851/22 દ્વારા તાત્કાલિક કમલાબાગ પોલીસને જાણ કરવામા આવી હતી. ત્યાર બાદ કમલાબાગ પોલીસ દ્વારા ત્વરિત નેત્રમનો સંપર્ક કરતા નેત્રમ ટીમ દ્વારા સંલગ્ન લોકેશનોનું સર્વેલન્સની કામગીરી હાથ ધરી હતી. તે દરમિયાન કમલાબાગ નજીક આવેલ દુકાનદારની નજર રસ્તા પર પડતા તેમણે મોબાઈલ લઈ અને પ્રામાણિકતાથી નેત્રમ સ્ટાફનો સંપર્ક કર્યો હતો. નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે દુકાનદારે રૂબરૂ આવીને નેત્રમ ઈન્ચાર્જને પોતાને મળેલ મોબાઈલ ફોન પરત કર્યો હતો.

મોબાઈલ તેમના મુળ માલિકને પરત કર્યો
​​​​​​​
જેથી દુકાનદારની ઇમારદારી પૂર્વક કરેલ કામગીરીને નેત્રમ ઈન્ચાર્જ દ્વારા બિરદાવવામા આવી હતી. ત્યાર બાદ સ્કૂટરના નંબર મુજબની વિગતથી અરજદાર સુનિલ રમેશ થાનકીનો સંપર્ક સાધી નેત્રમ ટીમ દ્વારા ગણતરીની કલાકોમા જ એપલ આઈ ફોન 13 મેક્સ પ્રો મોબાઈલ તેમના મુળ માલિકને પરત સોંપેલ હતો.

અન્ય સમાચારો પણ છે...