તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ઘેડમાં NFSA અંતર્ગત મફત અનાજ આપતા પહેલાં સર્વે કરવા માંગ કરાઇ

ગોસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જરૂરિયાતમંદો વંચિત રહી જાય છે, બિનજરૂરી લોકો મફતનું અનાજ બારોબાર વેચી મારે છે

સરકાર દ્વારા આગામી 2 મહિના માટે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત ઘેડ પંથકના ગામડાઓમાં મફત અનાજ આપવાનું જાહેર કર્યું છે ત્યારે આવું અનાજ ગેરવલ્લેના જાય તે માટે ચોકસાઈ કરવાની રજૂઆત કરવામાં આવી છે.

ઘેડ વિસ્તારના મિત્રાળા ગામના સરપંચ બચુભાઈ કુછડિયાએ રજૂઆત કરી છે કે સરકાર દ્વારા BPL કાર્ડ ધરાવતા કાર્ડ ધારકોને ગત વર્ષે કોરોનાને લીધે કાર્ડદીઠ પૈસા ચૂકવી અપાતાં અનાજ ઉપરાંત 2 મહિના માટે મફત અનાજ પણ આપવામાં આવ્યું હતું. તેવીજ રીતે આ વર્ષે પણ કોરોના મહામારીને ધ્યાને રાખી મે અને જૂન મહિના દરમિયાન પૈસા ચૂકવીને કાર્ડમાં મળતા અનાજ ઉપરાંત વ્યક્તિદીઠ 5 કિલો અનાજ મફત આપવાનું જાહેર કરેલ છે.

પરંતુ આવું મફત અનાજ વર્ષ 2013 માં BPL કાર્ડ ધરાવતા કાર્ડ ધારકોને અનુલક્ષીને આપવામાં આવે છે. જેમાં વર્ષ 2021 સુધીમાં અનેક ફેરફારો થઈ ગયા છે. 2013 માં BPL કાર્ડ ધરાવતા અનેક લોકો હવે BPL ની માર્ગદર્શિકાથી વધુ સંપન્ન થઈ ગયા છે તો અનેક લોકો પાછળથી BPL કેટેગરીમાં આવી ગયા છે. જેના લીધે જરૂરિયાતવાળા લોકોને આવી અનાજની સહાય મળતી નથી અને જેની જરૂરિયાત નથી તેવા લોકોને આવી અનાજની સહાય મળે છે પરિણામે જરૂરિયાત ન હોય તેવા લોકો ઘેડ વિસ્તારમાં પ્લાસ્ટિકના વાસણો વેચવા આવતા લોકોને પ્લાસ્ટિકના વાસણમાં સમાય તેટલું અનાજ આપી પ્લાસ્ટિકના વાસણો ખરીદી રહ્યા છે અને જરૂરિયાતમંદ વંચિત રહી જાય છે. જેથી આવું અનાજ આપતા પહેલા જરૂરિયાત અંગેનો સર્વે કરાવવો ખૂબ જ જરૂરી બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...