માર્ગદર્શન:એસએચઇ ટીમ દ્વારા મહિલાઓને કાનુની રક્ષણ અંગે માહિતી અપાઇ

પોરબંદર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુડ ટચ,બેડ ટચ, ઘરેલું હિંસા, સાયબર ગુન્હાઓ સહિતનું માર્ગદર્શન અપાયું

પોરબંદરની SHE ટીમ દ્વારા મહિલાઓને કાનૂની રક્ષણ અંગે માહિતગાર કરી ગુડ ટચ,બેડ ટચ, ઘરેલુ હિંસા, સાયબર ગુન્હાઓ સહિતનું માર્ગદર્શન અપાયું હતું.પોરબંદર શહેરના ડીવાયએસપી જે. સી. કોઠીયાના માર્ગદર્શન હેઠળ શહેરની અલગ અલગ મહોલ્લાની મહિલાઓને કમલાબાગ પોલીસ સ્ટેશનનની વિઝીટ કરાવી મહિલાઓને કમલાબાગ પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.ડી.દેસાઇ તથા SHE ટીમ દ્વારા ગુડ ટચ, બેડ ટચ, સાયબર ગુન્હાઓ, ધરેલુ હિંસા, મહિલાઓના અધિકારો અને તેમના પર આચરવામાં આવતા અત્યાચાર સામે કાનુની રક્ષણ કેવી રિતે મેળવી શકાય, પોલીસ હેલ્પ લાઈન નં 100, મહિલા અભયમ હેલ્પ લાઇન 181 અને પોલીસ બેઝ સપોર્ટ સેન્ટર તેમજ પોલીસ સ્ટેશનનાં જુદાં જુદા ટેબલ પર થતી કામગીરી વિશે સમજ આપી આ સમયમાં સાવચેતી એ જ સલામતી છે તેવું માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં મહિલાઓએ માહિતી મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...