તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યવસ્થા:કોરોનાગ્રસ્ત સિંહોના સમાચાર બાદ જીનપુલમાં સિંહોની સુરક્ષા વધારાઈ

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિંહો બહારના સંપર્કમાં ના આવે તેવી વ્યવસ્થા કરાઇ, ખોરાક પણ ઉકાળીને આપવામાં આવે છે

તાજેતરમાં દેશમાં જંગલના રાજા સિંહને પણ કોરોનાના ચેપ લાગ્યા હોવાની ઘટના સામે આવ્યા બાદ પોરબંદરના બરડા ડુંગરના જીનપુલમાં રાખવામા આવેલા સિંહોની વન વિભાગ દ્વારા આરોગ્ય સુરક્ષા વધારી દેવામાં આવી છે અને ચોકસાઈના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.

તાજેતરમાં કોરોનાની બીજી લહેરમાં દેશના અલગ-અલગ સ્થળોએ સિંહોને કોરોના વાઇરસ લાગી ગયાની ઘટનાઓ સામે આવી રહી છે અને તેથી ગીરના જંગલમાં આશિયાટિક લાયન તરીકે ઓળખાતા સિંહના સંવર્ધન અને પ્રજનન માટે વન વિભાગ દ્વારા પોરબંદરના બરડા ડુંગરના અભ્યારણ્યમાં બનાવવામાં આવેલા જીનપુલમાં વસવાટ કરતાં સિંહોની આરોગ્ય સુરક્ષામાં ફેરફાર કરી ચોકસાઈ વધારી દેવામાં આવી છે. પોરબંદરના આ જીનપુલમાં એક સિંહ, 3 સિંહણ અને 6 બચ્ચા ઉછેરવામાં આવી રહ્યા છે અને આ તમામ સુરક્ષિત છે.

પરંતુ તેમ છતાં તેને કોઈ કોરોનાનો ચેપ ના લાગે તે માટે વન વિભાગ દ્વારા સિંહોની દેખરેખ માટે રાખવામા આવેલા 8 જેટલા માણસોમાં ઘટાડો કરી માત્ર 2 જ માણસોથી કામકાજ ચલાવવામાં આવી રહ્યું છે અને આ 2 માણસો પણ બહારના સંપર્કમાં આવ્યા વિના જીનપુલમાં અલાયદી વ્યવસ્થામાં સેલ્ફ આઇસોલેટ થઈને રહે છે. આ 2 માણસોને સુરક્ષાના ભાગરૂપે વેક્સિન આપી દેવામાં આવી છે તેમજ સિંહના પાંજરા પાસે જતાં પહેલા આ બંને કર્મી સેનિટાઈઝરનો ઉપયોગ કરે છે, મોઢા પર માસ્ક બાંધે છે, હાથમાં ગ્લોવ્સ પહેરે છે અને સિંહને તમામ ખોરાક ખૂબ ઉકાળીને આપે છે

તેમજ સિંહોને પીવા માટે આપવામાં આવતા પાણીમાં બહારના પાણીનો ઉપયોગ કરવામાં આવતો નથી. ખાસ જીનપુલના બોરિંગમાંથી નિકડેલું પાણી જ સિંહોને આપવામાં આવે છે. તે ઉપરાંત સિંહ પર બારીકાઈથી નજર રાખવામા આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...