સમારકામ કરાવવા માગ:પોરબંદર સિવિલ હોસ્પિટલમાં લેબ બહારની છત બિસ્મારબની

પોરબંદર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સવારના સમયે પોપડા ખર્યા , સમારકામ કરાવવા માગ

પોરબંદરની સિવિલ હોસ્પિટલ ખાતે લેબ બહારની છત બિસ્માર બની છે જેથી સમારકામ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. જિલ્લાની એક માત્ર સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે અનેક દર્દીઓ સારવાર માટે આવે છે અને તેમની સાથે સ્નેહીજનો પણ આવતા હોય છે. આ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ લેબોરેટરી બહાર બારી આવેલ છે અને બારી પરની છત અતિ બિસ્માર બની છે. દીવાલ પર તિરાડ પડી છે. આજે રવિવારે સવારના સમયે છતનો કેટલોક ભાગ નીચે પડ્યો હતો.

જોકે રવિવાર હોવાથી દર્દીઓ ઓછા હોવાને કારણે કોઈને ઈજા પહોંચી ન હતી, હાલ પણ બારી પરની છત પરના પોપડા પડે તેવી સ્થિતિ જોવા મળે છે અને છત ખવાઈ જતા લોખંડ નજરે ચડે છે. ઉલ્લેખનીય છેકે, લેબ અને આંખ વિભાગમાં જવા માટે અહીથી પસાર થવું પડે છે ત્યારે પોપડા સહિતની છત ધરાશાયી થાય તો ગંભીર ઈજા પહોંચી શકે છે, આથી કોઈ વ્યક્તિ સાથે દુર્ધટના ઘટે તે પહેલા વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર દ્વારા માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...