રજુઆત:બોખીરા મહેર સમાજના રોડનું કામ દોઢ વર્ષથી ટલ્લે ચડ્યું

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કોંગ્રેસ ઓબીસી સમિતીના પ્રમુખની રજુઆત

બોખીરા ગોલાઈથી મહેર સમાજ થઈને કેકેનગર સુધીના આ મહત્વના રસ્તાનું કામ દોઢ વર્ષ પહેલા શરૂ કરવામાં આવ્યું હતું. આ રસ્તાને ખોદીને કોંક્રીટ નાખવામાં આવી છે પરંતુ દોઢ વર્ષથી આ રોડનું નવીનીકરણનું કામ ટલ્લે ચડ્યું છે જેથી અહીંથી વાહન ચાલકોને પસાર થવામાં ભારે હાલાકી વેઠવી પડે છે અને કોંક્રીટ પાથર્યા બાદ રોડનું નવીનીકરણ ન થતા મસમોટા ખાડાઓમાં હાલ ચોમાસામાં પાણી ભરાતા સ્થિતિ વધુ વિકટ બની છે.

આ રોડ પર ખાડાઓમા એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી. દર્દીને સ્ટ્રેચરમા સુવડાવી મુખ્ય રોડ સુધી લાવવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે જેથી આ રોડના કામમાં બેદરકારી દાખવનાર કોન્ટ્રાકટ એજન્સીને બ્લેક લિસ્ટમાં મૂકી જવાબદારો સામે કાર્યવાહી કરવી જોઈએ અને વહેલી તકે રોડનું કામ શરૂ કરવામાં આવે તેવી જિલ્લા કોંગ્રેસ ઓબીસી સમિતિના પ્રમુખ વિજય સરમણભાઈ બાપોદરાએ ઉચ્ચકક્ષાએ લેખિતમાં ઉગ્ર રજુઆત સાથે માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...