તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:જ્યુબેલી ચોકડી પાસેથી બન્ને તરફનો રોડ જોખમી, રાત્રીના કોઇપણ વાહન ખાડીમાં ખાબક્શે

પોરબંદર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેલીંગ કે આડશ ન હોવાથી અકસ્માતની ભિતી

પોરબંદર શહેરના જ્યુબેલી ચાર રસ્તા પાસેથી બન્ને તરફ જતા રસ્તાઓ પર ખાડી તરફની સાઇડોમાં રેલીંગ કે દિવાલ ન હોવાથી રાત્રીના સમયે મોટો અકસ્માત સર્જાવવાનો ભય ઝળુંબી રહ્યો છે.

જ્યુબેલી ચાર રસ્તા પાસે ખાડીની બન્ને તરફના રોડ કે જે એક તરફ બંદર તરફ જાઇ છે અને બીજી તરફ માર્કેટીંગ યાર્ડ તરફ જાઇ છે, આ બન્ને રસ્તાઓ તરફ ૧૦ થી ૧૫ ફૂટ ઊંડી ખાડી આવેલી હોવા છતાં આ બન્ને રસ્તાઓ પર કોઇ રેલીંગ, દિવાલ કે આડશ મૂકવામાં આવેલ નથી. જો કોઇ વાહન ચાલક પોતાના વાહન પરનો કાબૂ ગુમાવે તો તે સીધો જ ૧૦ થી ૧૫ ફૂટ નીચે ખાડીમાં ખાબકે તેવી પૂરી શક્યતાઓ રહેલી છે તેમજ રાત્રીના સમય દરમ્યાન પણ આ બન્ને રોડ પરથી ભારે વાહનોની અવર-જવર ચાલુ હોય અને આ બન્ને રસ્તાઓ પર લાઇટો ફીટ કરવામાં આવી ન હોય જેથી અંધારામાં કોઇ અજાણ્યો વાહન ચાલક નાની ભૂલ કરે તો પણ વાહન આડશ વગરની ખૂલ્લી સાઇડમાંથી સીધો જ ૧૦ થી ૧૫ ફૂટ નીચે ખાડીમાં ખાબકે તેવી આશંકાઓ રહેલી છે.

આ બાબતે અવાર-નવાર જવાબદાર તંત્રને રજૂવાતો કરવામાં આવી હોવા છતા આ બન્ને મહત્વના અને ભારે વાહનોથી ૨૪ કલાક ધમધમતા રોડ પર ન તો લાઇટોની કોઇ સુવિધા ઊભી કરાઇ છે કે ન તો આ જોખમી અને ભયંકર ખાડી તરફની સાઇડો પર કોઇ આડશ મૂકાવાની કાર્યવાહી કરાઇ છે. જેથી કોઇ અઘટિત દુર્ઘટના કે અકસ્માત થાય તે પહેલા આ બન્ને રોડ પરની ખૂલ્લી સાઇડો પર આડશ મૂકવામાં આવે તેમજ લાઇટો ફીટ કરવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...