સ્ટ્રીટલાઈટનો અભાવ:પક્ષી અભયારણ્ય નજીક રસ્તાનું નવિનીકરણ થયું પરંતુ સ્ટ્રીટલાઈટના અભાવથી અંધારપટ્ટ

પોરબંદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ માર્ગ પર આસપાસના વિસ્તારમાંથી વોકિંગ કરવા જતાં લોકો અસલામતી અનુભવે છે

પોરબંદરના પક્ષી અભયારણ્યથી પટેલ સમાજ તરફ જતા રસ્તાનું નવીનીકરણ કરાયા બાદ સ્ટ્રીટલાઈટની સુવિધા ન હોવાથી હાલ અહીં સાંજના સમયે જ અંધકાર છવાય જાય છે. અહી અનેક સ્થળોએ સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી વહેલીતકે તમામ સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવા માંગ ઉઠી છે. પક્ષી અભયારણ્યના દરવાજા થી છાયા ચોકી નજીક આવેલ પટેલ સમાજ સુધીના મુખ્ય રસ્તાનું તંત્ર દ્વારા નવીનીકરણ કરી આ રસ્તો સિમેન્ટ થી મઢવામાં આવ્યો છે. વરસો સુધી બિસ્માર રહેલા રસ્તાનું નવીકરણ થતા હવે મોટી સંખ્યામાં વાહનચાલકો આ માર્ગનો ઉપયોગ કરે છે.

આ માર્ગ મહત્વનો છે. આ માર્ગ પર રહેણાંક મકાનો તેમજ કોલેજ આવેલ હોવાથી વિદ્યાર્થીઓ પણ આ માર્ગ પરથી પસાર થાય છે. પરંતુ આ માર્ગ પર માત્ર બે થી ત્રણ સ્થળે જ સ્ટ્રીટ લાઈટ ચાલુ હોવાથી સાંજ થતા જ માર્ગ પર અંધકાર છવાઈ જાય છે, જેથી અહીથી પસાર થતા રાહદારીઆે અને વાહનચાલકો ને મુશ્કેલી પડે છે. નજીકમાં વોકિંગ વે પણ આવેલો હોવાથી આસપાસના વિસ્તારના રહેવાસીઆે મોટી સંખ્યામાં સાંજ થી રાત સુધી વોકિંગ કરવા જાય છે, પરંતુ માર્ગ પર અંધારપટ હોવાથી અહી એકલા પસાર થવામાં મહિલાઆે અસલામતીનો અનુભવ કરે છે.

આ ઉપરાંત રાત્રીના અંધકારના કારણે કોઈ અનિચ્છનીય બનાવ બનવાની પણ ભીતિ રહે છે, આ માર્ગ આસપાસ સાપ પણ અવારનવાર દેખા દે છે, જેથી અંધકારમાં સાપ પર વાહન પસાર ન થાય કે કોઈ રાહદારીઆેનો પગ તેના પર મુકાય જાય તેવો ભય રહે છે, આથી વહેલી તકે સમગ્ર માર્ગ પરની સ્ટ્રીટ લાઈટો કાર્યરત કરી માર્ગને ઝળહળતો કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...