તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાતમુહૂર્ત:સીમર ગામથી ભાણવડ સુધીના રોડનું રૂ. 1.11 કરોડના ખર્ચે થશે નવિનીકરણ

બગવદર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાડા ત્રણ કિલોમીટર રસ્તાના નવિનીકરણ માટે ધારાસભ્ય બોખીરિયાએ ખાતમુહૂર્ત કર્યું

પોરબંદર તાલુકાના રોડ રસ્તાના રીપેરીંગ માટે મંજૂર થયેલી 8 કરોડ જેટલી રકમમાંથી આજે ભાણવડથી સીમર સુધીના રસ્તાના રીપેરીંગના કામનું ખાત મુહુર્ત કરાયું હતું.પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાએ પોરબંદર તાલુકાના રસ્તાઓ રીપેરીંગ કરવા માટે અંદાજિત રૂ. 8 કરોડ જેટલી રકમ મંજૂર કરાવી છે.

આ રકમ આવવાથી ભાવપરા થી સ્મશાન સુધી, મીયાણી થી બાવળાબેટી સુધી, મજીવાણા થી મોરાણા સુધી, મોરાણાથી અડવાણા સુધી, પારાવાડાથી ઢેબર સુધી, રોજીવાડાથી કંટોલીયા સુધી, સીમરથી ભાણવડ સુધીના રોડ રસ્તા તેમજ શીશલી ગામના તળાવના મજબૂતીકરણના કામનો સમાવેશ થાય છે. જે અંતર્ગત આજે સીમર થી ભાણવડ સુધીના સાડા ત્રણ કીલોમીટર રોડને રીપેરીંગ કરવાનું રૂ. 1 કરોડ 11 લાખના કામનું ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા તથા જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન કારાવદરા સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...