તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:રોકડિયા હનુમાનથી ખાપટ તરફ જતાં રસ્તાનું નવિનીકરણ થશે

પોરબંદર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શહેરમાં બિસ્માર રસ્તાઓથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે
 • 1.46 કરોડના ખર્ચે નવા રસ્તાની સુવિધા ઉપલબ્ધ કરાશે

પોરબંદરમાં બિસ્માર રસ્તાઓથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. રોકડીયા હનુમાન મંદિરથી ખાપટ સુધીનો બિસ્માર રસ્તો છેલ્લા ઘણા વર્ષથી બન્યો નહીં હોવાના સ્થાનિક રહેવાસીઓએ રસ્તાના સમારકામ માટે રજુઆત કરી હતી.

ધારાસભ્ય દ્વારા રસ્તાના નવીનીકરણ માટે 1. 46 કરોડની રકમ અગાઉ જ મંજુર થઇ ગઇ તેવું જણાવવામાં આવ્યું હતું. રોડને પહોળો અને વધુ મજબુત બનાવવા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ સમાવેશ થતાં અગાઉનું ટેન્ડર રદ કરવામાં આવ્યું હોવાથી વિલંબ થયો છે. પરંતુ હવે ટુંક સમયમાં જ આ કામગીરી હાથ ધરાશે.

રોકડીયા હનુમાન મંદિરથી ખાપટ સોસાયટીનો રસ્તો પોરબંદરના રોકડીયા હનુમાન મંદિરથી ખાપટ વિસ્તારની કર્મચારી સોસાયટીઓ તરફનો રસ્તો છેલ્લા ઘણા વર્ષથી બન્યો નથી, રસ્તાના કામ માટે ગ્રાન્ટ મંજૂર થતાં આગામી સમયમાં રસ્તાનું નવિનીકરણ કરવામાં આવશે અને બિસ્માર રસ્તાને કારણે લોકોને પારાવાર હાલાકી વેઠવી પડી રહી છે ત્યારે આગામી સમયમાં રસ્તાના નવીનીકરણનું કામ શરૂ કરવામાં આવશે. જેથી ખાપટ વિસ્તાર સહિતના લોકોને સારા રસ્તાની સુવિધા ઉપલબ્ધ થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો