તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ખાંભોદરથી નાગકા જતો રોડ 9 મહિનામાં બિસ્માર

બગવદર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાબડાઓને કારણે અકસ્માતની સંખ્યા વધી

ખાંભોદર થી નાગકા જવાનો રોડ 9 મહિના પહેલા નવીનીકરણ કરવામાં આવેલ છે પરંતુ સ્થાનિકોના જણાવ્યા મુજબ આ રોડના કામમાં લોટ-પાણી અને લાકડા જેવું કામ કરવામાં આવેલ હોવાથી ઠેર ઠેર ગાબડા પડી ગયેલ છે અને આ ગાબડાને કારણે અવાર-નવાર અકસ્માતો સર્જાય છે જેના માટે કોણે જવાબદાર ગણવા ? તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે.

ખાંભોદરથી નાગકા જતા રસ્તે નાગકા ગામની બાજુમાં આવેલ પેટ્રોલ પંપ પાસે મોટો ખાડો પડી ગયેલ હોવાથી કોન્ટ્રાક્ટર તરફથી રસ્તાનું સમારકામ કરવામાં આવેલ પરંતુ આ ખાડાની આસપાસ ખરબચડા પથ્થરો મૂકી દેવામાં આવતા સ્થાનિકોના જણાવ્યા મુજબ ચાર અકસ્માતો થયેલ છે અને ઇજાગ્રસ્તોને નાની મોટી ઇજાઓ થયેલ છે. નાગકા ગામના વતની લખુભાઇ માલદેભાઇ રાણાવાયા નામનો યુવાન પત્ની વેજીબેન અને આઠ વર્ષનો તેમનો પુત્ર મયુર તેમની વાડીએથી રાત્રીના સમયે રાણાવાવ જતા હતા ત્યારે આ રોડ ઉપર પડેલા મોટા ખાડાની આસપાસ ખરબચડા પથ્થરો મુકેલ હોવાથી અને લખુભાઇનું બાઈક પથ્થરો સાથે અથડાતા આ બંને પતિ પત્ની અને બાળક સહિત પડી જતા લખુભાઇના પત્ની અને બાળકને સામાન્ય ઇજા થયેલ જ્યારે લખુભાઇને માથામાં ગંભીર ઇજા થયેલ હોય અને લખુભાઇને ગંભીર ઇજા હોવાથી ડોક્ટરોએ તેમને તાત્કાલિક રાજકોટ લઈ જવાનું કહેતા તેમને રાજકોટ ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ છે.

જ્યાં તેમની સ્થિતિ હજુ પણ ગંભીર હોવાનું તેમના કુટુંબીજનો દ્વારા જાણવા મળેલ છે. તેમના કુટુંબીજનોના જણાવ્યા મુજબ કોન્ટ્રાક્ટરની ઘૉર બેદરકારીથી અત્યારે લખુભાઇ રાણાવાયા જીવન મરણ વચ્ચે જોલા ખાય છે તો માર્ગ-મકાન વિભાગ આ બાબત કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરે તેવી લખુભાઇના કુટુંબીજનોની માગણી છે.

અન્ય સમાચારો પણ છે...