વાહન વ્યવહાર ઠપ્પ:ભડથી નવાગામનો રસ્તો પાણીમાં ગરકાવ, ઉપરવાસના પાણીથી ઘેડ પંથક બેટમાં ફેરવાયું

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ્ય પંથકમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ્પ થયો, પાક નિષ્ફળ જવાની શક્યતા
  • ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઘેડ વિસ્તાર બેટમાં ફેરવાયો છે ત્યારે ભડ ગામથી નવાગામ તરફનો રસ્તો પાણીમાં ગરકાવ થયેલ નજરે ચડે છે. અહીંથી આગળ વાહન વ્યવહાર ઠપ્પ થયો જોઈ શકાય છે.

ઉપરવાસના પાણી આવતા ઘેડ પંથક બેટમાં ફેરવાયું છે. ગ્રામ્ય પંથકમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ્પ થયો છે. અને ખેડૂતોએ કરેલ વાવેતર પાણીમાં ગરકાવ થયો છે. પોરબંદર જિલ્લામાં મેઘરાજાએ હેત વરસાવ્યું છે. ઉપરવાસના પાણી ઘેડ વિસ્તારોમાં ફરી વળ્યાં છે. ખાસ કરીને ભાદર, વેણુ અને ઓઝતનું પાણી સમગ્ર ઘેડ વિસ્તારમાં ફરી વળતા ઘેડ વિસ્તાર બેટમાં ફેરવાયો હોય તેવો નઝારો જોવા મળે છે.

ઘેડ પંથકના 80થી વધુ ગામના ખેતરોમાં પાણીમા ગરકાવ થતા તેમાં વાવેતર કરેલ મગફળી, સોયાબીન, જુવાર, તુવેર, અડદ, તલ સહિતના પાક સંપૂર્ણ પણે નિષ્ફળ જવાની શક્યતા દેખાઈ રહી છે જેને લઈને આ વિસ્તારના ધરતીપુત્રો ચિંતિત બન્યા છે અને સરકાર પાસે વળતરની આશા રાખી રહ્યા છે જોકે છેલ્લા 5 વર્ષથી આ જ પ્રકારે પુરની સ્થિતિના કારણે પાક નિષ્ફળ ગયો હોવા છતાં ખેડૂતોને પાક વીમા સહિત કોઈપણ પ્રકારનું વળતર ચૂક્યું ન હોવાનું મિત્રાળાના સરપંચ બચુભાઇ કુછડીયાએ જણાવ્યું છે.

હાલ ઘેડના 80થી વધુ ગામોની આસપાસ જળબંબાકાર જોવા મળી રહ્યું છે. ખાસકરીને ખેતરો પાણીમાં ગરકાવ થતા મોટાભાગના પશુઓ માટે ઘાસચારાની સમસ્યા ઉદભવી છે. ઘેડ પંથક ગ્રામ્ય વિસ્તાર હોવાથી પશુપાલકો પણ મોટા પ્રમાણમાં હોવાથી આ વિસ્તારમાં 50 હજારથી વધુ પશુધન હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે ત્યારે આ પશુઓ માટે ઘાસચારાની સમસ્યા ઉભી થતા ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં વધારો થયો છે.

માધવપુરમા મઘુવંતી નદી તેમજ ભાદર નદી નું ઘોડાપુર આવતા સમગ્ર ઘેડ પંથકબેટ મા ફેરવાયો છે. મધુવંતી તેમજ ઓઝત નદીનું ભારે પુર આવતા માધવપુરના મોટા જાપા, ગદાવાવ જાપા ની અનેક દુકાનો મા પાણી ઘુસ્યા છે તેમજ માધવપુર ઘેડ સહિત ના ઘેડ પંથકના નીચાણ વાડા વિસ્તાર ના ઘરોમા પાણી ઘુસી જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જયારે માધવપુર, મંડેર, કડછ, ઘોડાદર, સરમાં, સામરડા સહિત ના ઘેડ વિસ્તારના મુખ્ય રસ્તાઓ ઉપર પાણી ફરી વળતા તમામ નાના ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે.

ગોસા રણ વિસ્તારમાં ભેંસ તણાતા રેસ્ક્યુ કરાયું
ગોસાબારાના જુમાબાપા મચ્છીયારા પરિવારના પૂનાભાઈ, ઈમ્તિહાસ હાસમ, અલતાફ મામદ, અસલમ લાખા સહિતના માછીમારો હોળી લઈને ગોસાબારા રણમા પાણીમાં ડૂબતી ભેંસનું રેસ્ક્યુ કરી, હોળીમાં એકતરફ ભેંસનું મુખ પકડી ઉચાણ વિસ્તારમા ભેંસને ચડાવી મોતના મુખ માંથી ભેંસનો જીવ બચાવ્યો હતો.

મેઘરાજાના ખમૈયા, 24 કલાકમાં નહીવત છાંટા : ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો
પોરબંદર :
પોરબંદરમાં શરૂ થયેલો શ્રાવણ-ભાદરવાનો વરસાદ ગઇકાલે મોડી સાંજ બાદ ખમૈયા કરતા નહિવત છાંટા છૂંટીથઈ છે. ગત સાંજથી આજ સાંજ સુધીમાં પોરબંદરમાં 6 મીમી, રાણાવાવમાં 7 મીમી અને કુતિયાણામાં 0 મીમી વરસાદ નોંધાયો છે. આજના વરસાદ બાદ મોસમનો કુલ વરસાદ પોરબંદરમાં 711 મીમી, રાણાવાવમાં 739 મીમી અને કુતિયાણામાં 778 મીમી નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...