તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:પોરબંદર જિલ્લાના મોઢવાડાથી રામવાવ વચ્ચેનો રસ્તો બિસ્માર

પોરબંદર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હર્ષદ અને હાથલા તરફ જતાં શ્રદ્ધાળુઓને ભારે હાલાકી

પોરબંદર જિલ્લાના અનેક રસ્તાઓ નવા બની રહ્યા છે, પરંતુ પોરબંદરના મોઢવાડા અને રામવાવ વચ્ચેનો રસ્તો બિસ્માર હોવા છતાં આ રસ્તો નવો બનાવવામાં આવતો નાં હોવાને લીધે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મોઢવાડા થી રામવાવ સુધી જતો 4 કિમી લાંબો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે, જેના લીધે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, આ રસ્તો 5 કે 6 વર્ષ પહેલા ડામર રોડ બનાવવામાં આવ્યો હતો, આ રસ્તાની 5 વર્ષની મર્યાદા હોય તેમ છેલ્લા ઘણા સમયથી આ રસ્તો બિસ્માર બની ગયો છે, અને ક્યાય ડામરનું નામોનિશાન દેખાતું નથી.

જેને લીધે મોઢવાડાથી રામવાવ સુધીના ખેડૂતો અને હર્ષદ અને હાથલા તરફ જતા શ્રધ્ધાળુઓ આ રસ્તો બિસ્માર હોવાથી ભારે હાલાકી ભોગવી રહ્યા છે. અને આગામી ચોમાસામાં વરસાદને લીધે આ રસ્તા પરથી પસાર થવું ઓર મુશ્કેલ બની જશે, જેથી તાત્કાલિક આ રસ્તાનું સમારકામ થાય તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...