તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નુકસાન:બિરલા હાઇવે પર મસમોટા ગાબડા, ગાબડાના કારણે છકડો રીક્ષા પલટી મારી ગઈ

પોરબંદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અનાજનl બોરી પાણીમાં પલળી જતાં નુકસાન

પોરબંદરના બિરલા હાઇવે પર મસમોટા ગાબડા પડી જતા આ ગાબડામા સવારે એક છકડો રીક્ષા પલટી મારી જતા અનાજના બચકા પાણીમાં પલળી ગયા હતા.પોરબંદરથી માધવપુર સોમનાથનો મુખ્ય હાઇવે બિરલા રોડ છે. આ બિરલા હાઇવેથી ઇન્દીરાનગર સુધીના રસ્તામાં ઠેર ઠેર મસમોટા ગાબડાઓ પડી ગયા છે અને ગાબડામાં વરસાદી પાણી ભરાયેલ છે જેથી ગાબડાઓ દેખાતા નથી. ગોસાબારા થી એક GJ25U 0233 નંબરની છકડો રીક્ષાના ચાલક રમેશ લખમણ આગઠ પોરબંદર માલ ભરવા આવી હતી અને માલ ભરીને ગોસાબારા જતી હતી.

તે દરમ્યાન બિરલા રોડથી પસાર થતા ગાબડામાં આ રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. આ રિક્ષામાં કપાસીયા, ખોડ, બાજરો, તેલના ડબ્બા સહિતની ચીજો હતી. રીક્ષા પલટી ખાઈ જતા લોકો એકત્ર થયા હતા અને પાણીમાં પડેલ ખાદ્ય ચીજોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો આમછતાં કેટલાક બાચકા પાણીમાં હોવાથી નુકશાન થયું હતું.

માલ પલળી ગયો હતો. પલટી ખાઈ ગયેલ રિક્ષાને લોકોએ ભારે જહેમત બાદ ઉઠાવી હતી. વાહન ચાલકોએ જણાવ્યું હતું કે આ મુખ્ય હાઇવે છે અને આ હાઇવે પરના ગામડાઓ માંથી મોટી સંખ્યામાં લોકો અનાજ સહિતની ચીજો લેવા વાહન મારફત આવે છે. હાઇવે પરના ગાબડાને લીધે અકસ્માતનો ભય સેવાઇ રહ્યો છે જેથી મસમોટા ગાબડા નું વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...