• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • The Rickshaw Overturned And Collided Head on With The Moped; As The CCTV Footage Of The Accident Came, Three People Were Injured In The Incident

પોરબંદરમાં ગોઝારો અકસ્માત:રિક્ષા પલ્ટી ખાઈને મોપેડ સાથે ધડાકાભેર અથડાઈ; અકસ્માતના CCTV આવ્યાં સામે, ઘટનામાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત

પોરબંદર18 દિવસ પહેલા

રાણાવાવમાં અકસ્માતની ઘટના સામે આવી છે. જેમા રાણાવાવના ખાખરીયા નાગબાપાના મંદિર નજીક રિક્ષા અને સ્કુટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પોરબંદરથી રાણાવાવ તરફ આવી રહેલ રિક્ષા મોપેડ સાથે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત થયો હતો. સ્કુટર અને રિક્ષામા સવાર અંદાજીત ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.અકસ્માતની ઘટનામા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પોરબંદરની સરકારી ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. રાણાવાવમા થયેલ ગમખ્વાર અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...