સામાન્ય રીતે રેવન્યુ અધિકારીઓ કોર્ટમાં દાવો પેન્ડીંગ હોય તો પણ રેવન્યુ બાબતો એટલે કે, દસ્તાવેજની એન્ટ્રી, વારસાઈ એન્ટ્રી કે, અન્ય એન્ટ્રીઓ સંબંધે હુકમ કરવાને બદલે જે દાવો પેન્ડીંગ છે તેમાં જે કાંઈ નિર્ણય આવે તે મુજબ એન્ટ્રી પાડવાનો હુકમ કરે છે. અને તેમાં પણ કોઈ કોર્ટે સ્ટે આપ્યો હોય તો તે અન્વયે હુકમનું ચોકકસ અર્થધટન કરવાને બદલે કોર્ટનો સ્ટે હોવાનુ જણાવી રેવન્યુ અધિકારી કોઈ નિર્ણય લેતા નથી.
ત્યારે એક કિસ્સામાં પોરબંદર તાલુકાના રોજીવાડા ગામની જમીન અન્વયે દિકરીએ પિતા સામે દાવો કરેલો હોય અને જમીનમાં તેનો છઠો ભાગ હોવાની માંગણી કરેલી હોય અને જમીન માલીક તે દાવામાં લડવા ન આવતા કોર્ટ દ્વારા છઠો ભાગ હોવાનુ હુકમનામુ કરી આપેલુ હતું, તે હુકમનામાંની કોઈ એન્ટ્રી રેવન્યુ રેકર્ડમાં પડેલ ન હોય અને બાદ જમીન માલીક દ્વારા તેની જમીન ચાર અલગ અલગ દસ્તાવેજોથી ટમુબેન કારાભાઈ ગોઢાણીયા વિગેરેને વેચાણ કરી નાંખેલ હતી, અને કબજો પણ સોંપી આપેલ હતો,
બાદ દસ્તાવેજ મુજબ નવા ખરીદનાર એન્ટ્રી પડાવવા જતા અને તે વખતે મુળ માલીકની પુત્રી હંસાબેન દ્વારા વાંધો લેતા અને કોર્ટનો સ્ટે હોવાનુ જણાવતા રેવન્યુ અધિકારીએ એટલે કે, મામલતદાર, ડેપ્યુટી કલેકટર અને કલેક્ટરએ દસ્તાવેજ મુજબની એન્ટ્રી પાડેલ નહીં. જેથી ખરીદનારાઓ દ્વારા તેમના એડવોકેટ ભરતભાઈ બી. લાખાણી મારફતે મહેસુલ સચિવ અમદાવાદમાં અપીલ કરેલી હતી તેની વિગતવાર દલીલ કરતા મહેસુલ સચિવ કૌશીક ભીમજીયાણી દ્વારા અરજદારોની અપીલ અતઃ મંજુર કરી અને જિલ્લા કલેકટર પોરબંદરનો હુકમ રદ કરેલો હતો
અને નિયમ મુજબ કાર્યવાહી કરી જે ભાગમાં કોર્ટના હુકમો નથી. અન્વયે એન્ટ્રી પાડવાનો અને કાર્યવાહી પુર્ણ ન થાય ત્યાં સુધી યથાવત સ્થિતિ જાળવી રાખવાનો અને કાયદાનું સાચુ અર્થધટન મહેસુલ સચિવે કરીને અને તાબાના રેવન્યુ અધિકારીઓ માત્ર કોર્ટમાં દાવો પેન્ડીંગ હોવાનુ જણાવી કાર્યવાહી કરતા ન હોય તે રીતે પણ આ ચુકાદો ખુબ મહત્વનો રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.