તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જ્યારે વિચારોના વમળ સર્જાય છે ત્યારે મન અસ્થિર, અશાંત બની જાય છે અને અશાંત વ્યક્તિને સુખ પ્રાપ્ત થતું નથી. માટે મન સ્થિર, શાંત રહે તે માટે તેને સ્વાધ્યાય-સત્સંગ મળતો રહેવો જોઈએ. જેમ ભગવાન રામજીને વનવાસ થયો પછી ભરતનું મન વ્યાકુળ બની ગયું હતું, પરંતુ ગુરુનો સત્સંગ થવાથી મન શાંત થયું હતું, એમ સંત રમેશભાઈ ઓઝાએ રામકથાનાં પાંચમા દિવસે, બુધવારે પોરબંદર સ્થિત સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતેથી જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે પણ શ્રીહરિ મંદિરનો ૧૫મો પાટોત્સવ યોજાઈ રહ્યો છે. જેના અનુસંધાને રામકથાનું આયોજન કરાયું છે. આ રામકથાના પાંચમા દિવસે ભાઈશ્રીએ જણાવ્યું કે જ્યારે રામજીને વનવાસના સમય મળ્યા ત્યારે ભરતજી અને શત્રુઘ્ન બન્ને વ્યાકુળ બન્યા, ક્રોધિત બન્યા, પરંતુ ગુરુ વસિષ્ઠજીના સાંનિધ્યથી ક્રોધ સેવાનાં રૂપમાં પરિવર્તિત થઈ ગયો. આ જ સ્વાધ્યાય, સત્સંગનું મહત્ત્વ.
ગુરુજીએ ભરતજીને કહ્યું કે ભગવાન રામે જેમ પિતાની આજ્ઞા હોવાથી જેમ વનવાસ સ્વીકાર્યો તેમ તમે પણ રાજાની આજ્ઞા મુજબ સિંહાસન સંભાળી લો. ત્યારબાદ ભરતજી પણ રામસેવાની સરવાણીમાં તરબોળ થઈ ગયા હતા. રામજીના વનવાસનો મુખ્ય હેતુ તો ભરતરૂપી સમુદ્રમાં રહેલા પ્રેમરૂપી અમૃતના પ્રગટીકરણ માટે જ હતો. प्रेम अमियભરતજીના આવા વિશિષ્ટ પ્રેમ-વર્ણનની સાથે રામ ભગવાનની દિવ્ય કથા સાથે જોડે છે.
શ્રીરામ-સીતા વિવાહ મહોત્સવ
હરિ મંદિરના ૧૫માં પાટોત્સવમાં ભાઇશ્રીના મુખેથી ચાલી રહેલી શ્રીરામ કથાના પાંચમા દિવસે આજે શ્રી રામ-સીતા વિવાહ મહોત્સવ ખૂબ જ વિધિપૂર્વક, અયોધ્યાકાંડ વિવાહ પ્રકરણની ચોપાઈઓનું ગાન કરતાં-કરતાં, હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતી અને તે નિમિત્તની સાંદીપની ઋષિકુમારો દ્વારા મનોરમ્ય ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.