નિર્ણય:કોસ્ટલ કેનાલનું બાકી કામ દિવાળી બાદ હાથ ધરાશે

માધવપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્ય દ્વારા સ્થાનિક અધિકારીઓને સ્થળ પર બોલાવી કડક સૂચના અપાઇ

પોરબંદરના ઘેડ વિસ્તારમાં કોસ્ટલ કેનાલનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. અને આ કેનાલના માધ્યમથી ઘેડ વિસ્તારના 22 ગામના ખેડૂતોને મીઠા પાણીના પ્રશ્નનું કાયમી ધોરણે નિરાકરણ થઈ જશે. કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાના પ્રયાસોથી ઘેડ વિસ્તારના ખેડૂતો માટે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

હાલ કેનાલનું 90 ટકા કામ પૂર્ણ થઇ ગયું છે અને 10 ટકા જેટલું કામ બાકી રહ્યું છે. ત્યારે ગોરસર ગામે ગામલોકોની હાજરીમાં કોન્ટ્રાક્ટરોને પણ બોલાવવામાં આવ્યા હતા. અને ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા દ્વારા તાત્કાલિક ધોરણે બાકી રહેલ કામ શરૂ કરવા માટે કડક સૂચના આપવામાં આવી હતી. રોડ ક્રોસિંગ માટેનું જે કામ બાકી રહ્યું છે તે દિવાળીના તહેવાર બાદ તાત્કાલિક ધોરણે શરૂ થશે. જેથી સ્થાનિકો માટે પાણીનો પ્રશ્ન કાયમી ધોરણે હલ થશે. આ તકે ગ્રામજનો દ્વારા પણ ધારાસભ્યનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...