પોરબંદરની શોભા સમાન પેરેડાઇઝ ફુવારાની રેલીંગ હજુપણ રિપેર કરવામાં આવી નથી. જેથી અહી રીપેરીંગ કરવામાં આવે તેવી વધુ એક વખત રજૂઆત કરવામાં આવી છે. પોરબંદરનો પેરેડાઈઝ ફુવારો લોકોનું આકર્ષણનું કેન્દ્ર છે. ફુવારો શહેરની શોભા છે. ત્યારે પોરબંદરના પેરેડાઇઝ ફુવારાની અવદશા નજરે ચડે છે.
ફુવારાની અંદર ઠેરઠેર કચરો ઉડે છે. ફુવારાની ફરતે આવેલ લોખંડની રેલિંગનો કેટલોક ભાગ તૂટી ગયો છે અને અંદરની સાઈડ બેસી ગયો છે. જેથી ફુવારાની દુર્દશા બની છે. ફુવારો બાળકો માટે ખાસ મનોરંજનનું અને આકર્ષણનું કેન્દ્ર છે ત્યારે અહી ફુવારો પણ બંધ હાલતમાં છે.
જેથી પેરેડાઈઝ ફુવારાની સુવિધામાં વધારો કરવામાં આવે અને કોઈને લોખંડ વાગે અને ઈજા થાય તે પહેલા ફુવારાની રેલિંગનું સમારકામ કરી ફુવારાનું યોગ્ય રીતે જતન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી શિવ શક્તિ ગ્રુપના પ્રમુખ કેતનભાઈ ઓડેદરાએ વધુ એક વખત લેખિતમાં રજૂઆત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.