પોરબંદર ચોપાટી ગ્રાઉન્ડ ખાતે તા.12 ઓગસ્ટના રોજ સવારે 7 કલાકે ગુજરાત સરકારના રમત વિભાગ આયોજિત અને સીનીયર કોચ કચેરી પોરબંદર દ્વારા અન્ડર 19 ભાઈઓની એથ્લેટીક્સ દોડ સ્પર્ધા યોજાશે.
જેમાં 15/8/2002 પછી જન્મેલા અને 14/8/2007 પહેલાની જન્મ તારીખ ધરાવતા ભાઈઓ ભાગ લઇ શકશે. વિજેતા વિજેતા ખેલાડીઓ આગામી તા.14 ઓગસ્ટ દરમિયાન જુનાગઢ ખાતે યોજાનાર સૌરાષ્ટ્રઝોન કક્ષામાં પોરબંદર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
આ સ્પર્ધામાં 100 મી., 200 મી, 400 મી., 800 મી. અને 1500 મી. દોડ પૈકીના એક ખેલાડી વધુમાં વધુ કોઈ પણ એક ઇવેન્ટમાં જ ભાગ લઇ શકશે. રજીસ્ટ્રેશન માટે સ્પર્ધા સ્થળ અને સમય પર આધારકાર્ડ સાથે હાજર રહેવુ. વધુ માહિતી માટે 9723646099 પર સંપર્ક કરવા જણાવાયુ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.