તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:જેતપુરનું પાણી પોરબંદરમાં ઠાલવવાના પ્રશ્ને PIL કરાશે

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સક્રિય નાગરીકોને સહફરિયાદી બનવા અપીલ

જેતપુરના સાડી ઉદ્યોગનું વેસ્ટ પાણી પોરબંદરના સમુદ્રમાં ઠાલવવા સામે હવે હાઇકોર્ટમાં જાહેર હીતની અરજી કરવામાં આવશે અને તેમાં ફરિયાદી બનવા માંગતા લોકોને જોડાવા અપીલ કરાઇ છે. ઉદ્યોગનું વેસ્ટ પાણી સમુદ્ર સૃષ્ટિને ભારે નુકસાન પહોંચાડશે.

જેતપુરના કારખાનાઓનું પાણી પાઇપલાઇન વાટે પોરબંદરના સમુદ્રમાં ઠાલવવા અંગેના સરકારના નિર્ણય સામે પોરબંદર જિલ્લામાં છેલ્લા થોડા સમયથી વિરોધનો વંટોળ ઉઠી રહ્યો છે. અલગ-અલગ સંગઠન અને સમૂહના લોકો આ નિર્ણયથી સમુદ્રી પર્યાવરણ બગડશે તેવી દહેશત વ્યકત કરી જુદી-જુદી રીતે વિરોધ વ્યકત કરી રહ્યા છે અને હવે આ મુદ્દે સક્રીય નાગરીક ટ્રસ્ટ નામની સંસ્થા હાઇકોર્ટમાં જાહેરહીતની અરજી કરવાની છે અને આ અરજીમાં સહફરિયાદી બનવા ઇચ્છતા પોરબંદરના સક્રીય નાગરીકોએ અનામ સાગર મો. 7405761852 પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...