તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેસ્કયુ:ચોપાટી પર અજગર નીકળતા અફડાતફડી સર્જાઈ

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચોપાટી ખાતે આમ તો દરરોજ પર્યટકોની પણ અવરજવર રહેતી હોય છે અને નગરજનો પણ આ સ્થળે હરવા ફરવા માટે જતા હોય છે. ખાસ કરીને વહેલી સવારે અને રાત્રિના સમય દરમિયાન અહીં લોકોની ભારે ભીડ રહેતી હોય છે. ત્યારે અરબી સમુદ્રના કિનારે આવેલ ચોપાટી બીચ પર ગાંધી સ્મૃતિ ભવન પાસે હજૂર પેલેસના આગળના વિસ્તારમાં પાંચ ફૂટનો અજગર નજરે ચડી આવ્યો હતો. આ વિસ્તારમાં અજગર લોકોની નજરે ચડી આવતા અફડાતફડી સર્જાઇ હતી. અને ત્યારબાદ પર્યાવરણ પ્રેમી યુવાનોએ અજગરનું રેસ્કયુ કરી તેમને જંગલ વિસ્તારમાં છૂટો મૂક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...