રાણાવાવ નજીક આવેલ પ્રવાસન સ્થળ જાંબુવન ગુફાના વિકાસ માટે વન અને પ્રવાસન મંત્રી સમક્ષ ગુફાના સેવા મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. સાંસ્કૃતિક વન અને યાત્રિકોની સુવિધા વધારવા વિવિધ માંગણીઓ કરવામાં આવી છે. વન વિભાગ દ્વારા સાંસ્કૃતિક વન મંજૂર કરવામાં આવે અને વરસ 2012 માં થયેલ વિકાસના કામોની જાળવણી માટે રીનોવેશનની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સાથોસાથ પ્રવાસીઓને આકર્ષવા માટે વધુ વિકાસના કામો હાથ ધરવામાં આવે તેવી માંગ સંસ્થાના મહામંત્રી બાબુભાઈ ચૌહાણ તથા ટ્રસ્ટના મુકેશભાઈ મકવાણાએ કરી છે.
જાંબુવંતી ગુફા ખાતે રસ્તા લાઈટ ભોજનાલય ચિંતન કુટીર અને બાલક્રીડાગણ સહિત શૌચાલયની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, ત્યારે અહીં સુવિધા વધુ વિકસાવવામાં આવે તેવી રજૂઆત વધુ એક વખત થઈ છે.
સરકારના પુરાતત્વ વિભાગ સંરક્ષિત જાંબુવંતી ગુફા ભગવાન શ્રીકૃષ્ણ અને જાંબુવાનની સ્વયં યતક મણી માટેની બાહો યુદ્ધ ભૂમિ જાંબુવંતી સાથે લગ્ન ધામ ગ્રંથમાં ઉલ્લેખની આ સ્થળ ખાતે અનેક મહાનુભાવો મુલાકાતે આવી પહોંચ્યા છે, ત્યારે દર વર્ષે શિવરાત્રી અને ભીમ અગિયારસ, ગુરુપૂર્ણિમા, જન્માષ્ટમી સહિતના તહેવારો પર હજારોની સંખ્યામાં માનવ મેરામણ ઉંટી પડે છે. જેથી સાંસ્કૃતિક વન મંજૂર કરવામાં આવે અને ઇમર્જન્સી રસ્તા સહિતની સુવિધા તથા રીનોવેશન કરવાની કામગીરી કરાય તેવી માંગ બાબુભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.