તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આધુનિક પદ્ધતિ વડે ખેતી:ટુકડા-મિંયાણી ગામના પ્રગતિશીલ ખેડુતે આધુનિક પદ્ધતિ વડે ખેતીનો આરંભ કર્યો

પોરબંદર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દોઢ વિઘાના ખેતરમાં ગ્રોસરી અને મલ્ચિંગ પેપર પદ્ધતિનો ઉપયોગ કરી મરચીના 5 હજાર છોડ વાવ્યા

પોરબંદર જીલ્લાના ટુકડા-મીયાણી ગામે રહેતા એક પ્રગતિશીલ ખેડુતે પોતાના દોઢ વિઘાના ખેતરમાં ગ્રોસરી અને મલ્ચિંગ પેપર પધ્ધતિનો ઉપયોગ કરીને મરચીના ૫ હજાર છોડની વાવણી કરી છે. પ્રવર્તમાન સમયમાં મોટાભાગના ખેડુતો પોતાના ખેતરોમાં મોંઘાદાટ બિયારણો, રસાયણિક ખાતરો અને દવાઓના ઉપયોગ વડે ખર્ચાળ કહી શકાય તેવી ખેતી કરતા જોવા મળતા હોય છે, ત્યારે પોરબંદર જીલ્લાના ટુકડા-મીયાણી ગામે રહેતા રાજુભાઇ ભીમભાઇ ઓડેદરા નામના પ્રગતિશીલ ખેડુતે પોતના દોઢ વિઘાના ખેતરમાં ઓછી ખર્ચાળ અને આધુનિક કહી શકાય તેવી ખેત-પધ્ધતિનો ઉપયોગ કર્યો છે.

ઘણા સમયથી રાજુભાઇ ઓડેદરા ઓર્ગેનિક-ખેતી અને આધુનિક-ખેતી તરફ લગાવ ધરાવે છે, પરંતુ આવી બધી ખેત-પધ્ધતિ અંગેનું પૂરતું જ્ઞાન ન હોવાથી રાજુભાઇએ જીલ્લાના બગાયત ખાતાનો સંપર્ક કરીને આ અંગે જરૂરી માર્ગદર્શન અને જ્ઞાન મેળવી, પોતાના દોઢ વિઘાના ખેતરમાં આધુનિક કહી શકાય તેવી ગ્રોસરી અને મલ્ચિંગ પેપર પધ્ધતિ વડે મરચીના ૫ હજાર જેટલા છોડનું વાવેતર કર્યુ છે અને સાથે સાથે આ મરચીના વાવેતરમાં ટપક પધ્ધતિનો પણ ઉપયોગ કર્યો છે. આમ પોરબંદર જીલ્લામાં સૌ પ્રથમવાર ગ્રોસરી અને મલ્ચિંગ પેપર પધ્ધતિ જેવી આધુનિક ખેત-પધ્ધતિ વડે મરચીનું વાવેતર થયાનું રાજુભાઇ ઓડેદરાએ જણાવ્યું હતુ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો