પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વાર ગેરકાયદેસર મની લોન્ડરીંગ એકટીવિટીના કારણે ભોગ બનનારાઓના આત્મહત્યા કરવાના કિસ્સાઓ બનતાં અટકાવવા માટે તા.05/01/2023 થી તા.31/01/2023 સુધી ઇનલીગલ મની લોન્ડરીંગ એકટીવિટી વિરૂધ્ધ સખત કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશનુ આયોજન કરવામાં આવ્યું છે.
જે અંગે જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મયંકસિહ ચાવડા તથા પોરબંદર જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.૨વિ મોહન સૈનીની સુચના અને માગદર્શન હેઠળ સ્પેશિયલ ડ્રાઇવ સફળ રહે તેમજ ભોગબનનાર વ્યાજખોરોના ચુંગાલમાંથી બચે અને ભયમૂકત થઇ ફરીયાદ/અરજીઓ આપી શકે અને તેઓને યોગ્ય ન્યાય મળી રહે તે હેતુથી પોરબંદર ગ્રામ્ય ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લાના દરેક અધિકારીઓએ પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરોના ભોગ બનતા મજુર વર્ગ, નાના વેપારીઓ, નાના ખેડુતો, લારી-ગલ્લા વાળા તેમજ નાના વર્ગના લોકો સુધી આ ડ્રાઇવનું આયોજન પહોંચે અને લોકોમાં જાગૃતતા લાવવા માટે કામગીરી કરવા જણાવવામાં આવ્યું છે.
જે અંતર્ગત રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારના રાણાવાવ શહેરમાં આવેલી મહેર સમાજવાડી ખાતે નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુના અધ્યક્ષ સ્થાને લોકદરબાર યોજાયો હતો. જેમાં વ્યાજખોરોના ત્રાસ, સીનીયર સીટીઝન તેમજ બાળકોને લગતાં પ્રશ્નો અંગે તેમજ વ્યાજખોરો વિરૂધ્ધ સખત પગલા ભરી અસરકારક કામગીરી કરવા તેમજ તેમના અધિકારોના રક્ષણ માટે જાગૃતી આવે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલું હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.