આયોજન:માછીમારોની સમસ્યા, ખારવા સમાજનું મહાઅધિવેશન બોલાવવા ચર્ચા કરાઇ

પોરબંદર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર ખારવા સમાજના અધ્યક્ષ સ્થાને ગુજરાત સમસ્ત ખારવા સમાજનું સંમેલન યોજાયું

પોરબંદર ખારવા સમાજના અધ્યક્ષ સ્થાને ગુજરાત સમસ્ત ખારવા સમાજના સમંલેનનુ આયોજન કરાયું હતુ. કચ્છ થી લઈને મુંબઈ ખારવા સમાજના પ્રમુખો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં ગુજરાત સમસ્ત ખારવા સમાજના પ્રમુખ દ્વારા સમાજ ને લગતા વિવિધ પ્રશ્નો રજુ કરાયા હતા. મુખ્ય ચર્ચાઓમા ખારવા સમાજના જે વિદ્યાર્થીઓએ તેમનો અભ્યાસ ક્રમ પુરો કરી લીધેલ હોય તેવા લોકોને માર્ગદર્શન આપી સરકારી નોકરીઓ અપાવવી, તેમજ જે લોકો રમત-ગમતમા શ્રેષ્ઠ હોય તેમને આ ક્ષેત્રે આગળ મોકલવા માટે પ્રયત્નો કરવા, માછીમારોને તેમની ફીશીંગ બોટો, એફ.આર.પી. હોડી ઓને તેમના જાળ, મશીન, કેરોસીન, પેટ્રોલમા મળતી સહાયો સરકાર દ્વારા વ્હેલાસર ચુકવવા માટે રજુઆતો અને સમાજના તેજસ્વી તારલાઓનુ સન્માન કરી તેમને ઉત્સાહીત કરવા અંગે ચર્ચાઓ કરી હતી.

ગુજરાત સમસ્ત ખારવા સમાજ ના પ્રમુખ પવનભાઈ શિયાળ, ઉપપ્રમુખ જીતુભાઈ કુહાડા વેરાવળ, પોરબંદર ખારવા સમાજ ના અધ્ય્ક્ષ રણછોડભાઈ શિયાળ, ઉપપ્રમુખ વિનોદભાઈ બાદરશાહી, માંગરોળ થી મુંબઇ સુધીના નાના-મોટા ગામો ના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. અને આવનારા દિવસોમા સમાજ ને વિકાસના પંથે તેમજ રાજકીય ક્ષેત્રે કેવી રીતે આગળ લઈ જવો તેની ગંભીરતા પૂર્વક ચર્ચાઓ કરેલ હતી. સમાજના વિકાસ માટે સુચનો કરવામા આવેલ હતા. ખારવા સમાજનુ મહા અધિવેશન બોલાવવા માટે ચર્ચાઓ કરવામા આવેલ હતી.

અન્ય સમાચારો પણ છે...