ફ્રૂટ ના ભાવમાં ઘટાડો:સફરજન, સંતરા, જામફળના ભાવમાં 50 ટકાનો ઘટાડો થયો

પોરબંદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિયાળાની શરૂઆતમાં ફ્રૂટ બજારમાં તેજી : કચ્છની ટેટી, ન્યુઝીલેન્ડ થી બી વાળી દ્રાક્ષ ની આવક
  • જ્યારે મોસંબી, કીવી, સીતાફળ, ચીકુના ભાવ વધ્યા

પોરબંદરમાં શિયાળાની શરૂઆતમાં ફ્રૂટ બજારમાં ભારે તેજી જામી છે. સફરજન, સંતરા, જામફળ સહિતના ફ્રૂટ ના ભાવમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે જ્યારે મોસંબી, કીવી, ચીકુના ભાવ વધ્યા છે.શિયાળામાં આરોગ્યપ્રદ ખોરાક સાથે ફ્રૂટ પણ ગુણકારી નીવડે છે. દર્દીઓ થી માંડીને સ્વસ્થ વ્યક્તિ પણ ફ્રૂટ આરોગે છે. ખાસ કરીને શિયાળા દરમ્યાન સફરજન ખાવાથી અનેક ગણો ફાયદો થાય છે. હાલ બજારમાં શિયાળુ સીઝનના ફ્રૂટની આવક વધી છે. જેમાં સફરજન ની આવક પુષ્કળ પ્રમાણમાં વધી છે.

લોકો સફરજન ફ્રૂટ સાથે શિયાળુ ફ્રૂટ એવા જામફળ, સંતરા, સહિતના ફ્રૂટ આરોગે છે. આ ફ્રૂટ ના ભાવમાં 50 ટકા ઘટાડો નોંધાયો છે. જ્યારે મોસંબી, કીવી, ચીકુના ભાવમાં વધારો જોવા મળે છે. હાલ પોરબંદરની બજારમાં શિયાળુ ઋતુ મુજબના સીતાફળ જે કચ્છ થી આવક થાય છે.

જ્યારે ન્યુઝીલેન્ડ થી બી વાળી દ્રાક્ષ હાલ રૂ. 400 ની કિલો તેમજ ગ્રીન દ્રાક્ષ રૂ. 200ની કિલો વેચાઈ રહી છે. કચ્છની ટેટીની પણ આવક થઈ છે. જે રૂ. 60ની કિલો મળે છે. લોકો વિવિધ પ્રકારના ફ્રૂટની ખરીદી કરી રહ્યા છે ત્યારે આ ફ્રૂટની બજારમાં પણ તેજી જોવા મળે છે.

ફ્રૂટ જ્યુસ વધુ ગુણકારી
આમ તો દરેક ઋતુમાં ફ્રૂટ જ્યુસ ગુણકારી નીવડે છે. હાલ શિયાળાની ઋતુમાં ફ્રૂટ જ્યુસ પીવું વધુ ગુણકારી નીવડે છે. લોકો આ સીઝનમાં ફ્રૂટ ખાવા કરતાં ફ્રૂટ જ્યુસ વધુ પીવે છે.

ક્યા ફ્રૂટના કેટલા ભાવ ઘટ્યા ?
ફ્રૂટ પહેલા હાલ
સફરજન 100-120 50-70
સંતરા 100-120 60
જામફળ 80-100 50-60
ચીકુ 120-160 60-70
પાઈનેપલ 100 80

ક્યા ફ્રૂટના કેટલા ભાવ વધ્યા ?

ફ્રૂટ પહેલા હાલ માલ્ટા 120-140 160-180 સીતાફળ 60-70 100-120 દાડમ 100-120 200-240 કીવી(3 નંગ) 80 120 મોસંબી 50-60 80-100

અન્ય સમાચારો પણ છે...